Gujarati News

Gujarati News

News of Tuesday, 30th October 2018

આ ભારતીય મહિલા ફૂટબોલર વેચી રહી ચા....

નવી દિલ્હી: દસ વર્ષ પહેલા ભારત માટે ફુટબોલ રમનાર મહિલા ફુટબોલર આર્થિક પરિસ્થિતિને કારણે જવપાઈગુડીના રસ્તાઓ પર ચા વેચવા મજબૂર છે. વિકટ પરિસ્થિતિ સામે લડતી મહિલા ની આવી પરિસ્થિતિ જોતા તમને પણ દર્દ થશે. 26 વર્ષની કલ્પના રૉય હાલ પણ રોજ 30 છોકરાઓને પ્રશિક્ષણ આપી દેશ માટે રમવાનું વિચારી રહી છે. કલ્પનાને 2013માં ભારતીય ફુટબોલ સંઘ દ્વારા આયોજીત મહિલા લીગ દરમિયાન ડાબા પગે લાગ્યુ હતુ. ખેલાડીને આમાંથી ઉભા થતા એક વર્ષ જેટલો સમય લાગ્યો. ખરાબ સમયમાં નતો કોઈ આર્થિક મદદ મળી કોઈ પુછવા પણ આવ્યુ કે કેમ છો. પરિસ્થિતિ સામે લડવા તેણે ચાની દુકાન શરૂ કરી આજીવિકા મેળવવાનું શરૂ કર્યુ. તેના પિતા ચાની દુકાન ચલાવતા હતા, હાલ તેમની ઉંમર અને બીમારીઓના કારણે તેઓ અસ્વસ્થ રહે છે. કલ્પના રૉયે જણાવ્યુ કે સીનિયર રાષ્ટ્રીય ટીમમા ટ્રાયલ માટે મને બોલાવવામાં આવી હતી. પણ મારી આર્થિક પરિસ્થિતિઓના કારણે હું જઈ શકી હતી. મારી પાસે કલકત્તામાં રહેવા માટે કોઈ જગ્યા હતી. હું જાવ તો મારો પરિવાર કોણ સંભાળશે. મારા પિતાની તબિયત સારી નથી રહેતી. કલ્પના પાંચ બહેનોમાં સૌથી નાની છે, 4 બહેનોનાં લગ્ન થઈ ચુક્યા છે એક તેમની સાથે રહે છે. તેની માતાનું 4 વર્ષ પહેલા નિધન થઈ ગયુ. હવે પરિવારમાં કલ્પના એક માત્ર સહારો છે. કલ્પના 2008માં અન્ડર 19 ફૂટબોલરના રૂપે આંતરરાષ્ટ્રીય મેચ રમતી હતી. હવે તે 30 ખેલાડીઓને કોચિંગ આપે છે. 4 વાગ્યે દુકાન બંધ કરી 2 કલાક વિદ્યાર્થીઓને સમય ફાળવે છે. કલ્પનાનું કહેવુ છે કે છોકરાઓ 3000 રૂપિયા મહિનાના આપે છે. કલ્પનાનું કહેવુ છે કે તે સીનિયર સ્તર પર રમવા માટે ફિટ છે અને કોચિંગનો અનુભવ પણ ધરાવે છે. હું બંને રીતે યોગદાન આપી શકું તેમ છેુ. મારે એક સારી નોકરીની જરૂર છે જેથી પરિવાર ચલાવી શકુ.

(5:05 pm IST)