Gujarati News

Gujarati News

News of Tuesday, 30th October 2018

જોકોવિચની નજર હવે પેરીસ માસ્ટર્સ પર

નવી દિલ્હી: સર્બિયાના ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચ ચાલુ સપ્તાહે શરુ થઈ રહેલ પેરીસ માસ્ટર્સ મારફતે રેકીંગમાં ટોચ પર પહોંચવાનો પ્રયત્ન કરશે. વર્તમાન સમયમાં રેકીંગમાં પ્રથમ ક્રમાંકે રહેલ રાફેલ નડાલ યુએસ ઓપન બાદ પ્રથમ વખત કોર્ટ પર ઉતરશે. ટૂર્નામેન્ટમાં ૨૦ વખત ગ્રાન્ડસ્લેમ ચેમ્પિયન રોઝર ફેડરર પણ ત્રણ વર્ષ બાદ વાપસી કરી શકે છે. ફેડરરે જણાવ્યુ કે, તે આના પર ભાગ લેવા પર મંગળવાર સુધી નિર્ણય કરશે. સ્વિટ્ઝરલેન્ડના ખેલાડીએ ગત સપ્તાહે બાસેલમાં પોતાના કરીયરનુ ૯૯મું ટાઈટલ જીત્યુ હતુપરંતુ ઈજા અને અન્ય પસંદગીની ટૂર્નામેન્ટમાં રમવાના નિર્ણયના કારણે તે ૨૦૧૫ બાદ પેરીસ માસ્ટર્સમાં રમી શક્યો. જોકોવિચ ઈજાના કારણે ગત વર્ષે ટૂર્નામેન્ટમાં રમી શક્યો નહતો અને છેલ્લા ૧૦ વર્ષથી તે પ્રથમ વખત ટોપ-૧૦ રેકીંગમાંથી પણ બહાર હતો. જોકે, છેલ્લી ૨૮માંથી ૨૭ મેચો જીતીને તે હાલ રેકીંગમાં બીજા ક્રમાંકે પહોંચી ગયો છે.

(5:06 pm IST)