Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

આઇ એમ સો પ્રાઉડ ઓફ બેબી : નિરાશ કિશનને સાંત્વના

અદિતિ હુંડિયાની ઇન્સ્ટ્રાગામમાં પોસ્ટ

ઝારખંડનો યુવા વિકેટકીપર-બેટ્સમેન ઈશાન કિશન એક રન માટે સદી ચૂકી ગયો હતો અને ટીમને જીતના દ્વાર સુધી લઈ આવ્યો હતો છતાં જીત ન અપાવી શકતાં નિરાશ થઈ ગયો હતો. કિશન પેવિલિયનમાં જઈને માથું ઝુકાવીને હતાશ થઈને બેસી ગયો હતો

 એ દશ્ય વારંવાર ટીવી પર દેખાડવામાં આવતું હતું અને એ ક્ષણનો ફોટો પણ સોશ્યલ મીડિયામાં ભારે વાઈરલ થયો હતો. લાખો ચાહકોએ કિશનનાં વખાણ કરીને નિરાશ ન થવાની સલાહ પણ આપી હતી. જોકે એ બધા મેસેજિસમાં એક જણે બધાનું ખાસ ધ્યાન ખેંચ્યું હતું અને એ હતી 'આઇ એમ સો પ્રાઉડ ઓફ બેબી.'

 આ મેસેજ કિશનની કહેવાતી ગર્લફ્રેન્ડ અદિતિ હુંડિયાનો હતો. અદિતિએ તેના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં ૯૯ રન પર આઉટ થઈને પૈવિલિયનમાં પાછા ફરી રહેલા કિશનના ફોટો સાથે આ મેસેજ પોસ્ટ કર્યો હતો. દ્યણા સમયથી કિશન અને ર૦૧૭ મિસ ઈન્ડિયા ફાઈનલિસ્ટ અદિતિ વચ્ચે કંઈક ચાલી રહ્યું હોવાની વાતો થયા કરતી હતી, પણ હવે અદિતિએ તેના મેસેજમાં બેબી શબ્દ લખતાં બધા તેમની વચ્ચે કંઈક છે એ કન્ફર્મ હોવાનું માનવા લાગ્યા છે. ગયા વર્ષે પણ અદિતિ ચર્ચામાં આવી હતી

 અને મુંબઈની મેચ વખતે અવારનવાર કેમેરા તેના પર ફોકસ થતો જોવા મળ્યો હતો. ફાઈનલમાં પણ અદિતિ મુંબઈની ટીમને સપોર્ટ કરતી જોવા મળી હતી. ઈશાન-ખદિતિ લિ સોશ્યલ મીડિયામાં ફરી રહી હોવા છતાં બન્નેમાંથી કોઈએ કયારેય કોઈ ખુલાસો નથી કર્યો.

(2:48 pm IST)