Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

અમેરિકાની ઍથ્લીટ એલિસન ફેલિક્સે યુસૈન બોલ્ટનો પણ રેકોર્ડ તોડ્યો: 12 ગોલ્ડ મેડલ સાથે પ્રથમ ખેલાડી

એલિસન 10 મહિના પહેલા માતા બન્યા : ફરી ટ્રેક પર જબરદસ્ત વાપસી કરી

અમેરિકાની ઍથ્લીટ એલિસન ફેલિક્સના ધમાકેદાર પ્રદર્શન સાથે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સૌથી સફળ ઍથ્લીટ બની ગઈ છે. એલિસને વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 12 ગોલ્ડ મેડલ જીત્યા છે. આ સાથે એલિસને યુસૈન બોલ્ટને પણ મેડલ મેળવવામાં પાછળ છોડી દીધા છે. સૌથી રોમાંચક વાત એ છે કે, એલિસન 10 મહિના પહેલા માતા બન્યા હતા અને ફરી ટ્રેક પર જબરદસ્ત વાપસી કરી છે.

    એલિસન વર્લ્ડ એથલેટિક્સમાં સૌથી ચમકતી સિતારા બની ગઈ છે. આ એથલીટે 400 મીટર દોડમાં પોતાની ટીમને સુવર્ણ પદક અપાવ્યું છે. જે સાથે તેના ખાતામાં 12 ગોલ્ડ થઈ ગયા છે. જ્યારે યુસૈન બોલ્ટે 11 મેડલ જીત્યા છે. બોલ્ટ 2017માં છેલ્લી વખત વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભાગીદાર થયા હતા. તેવામાં એલિસનના રેકોર્ડને અન્ય પાર કરી શકે તે અઘરું છે.

(10:15 pm IST)