Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

શ્રીનિવાસનની પુત્રી રુપા ગુરુનાથ તામિલનાડુ ક્રિકેટ એસોસિયેશન (ટીએનસીએ)ની અધ્યક્ષ

નવી દિલ્હી: બીસીસીઆઇના ભૂતપૂર્વ અધ્યક્ષ એન શ્રીનિવાસનની પુત્રી રુપા ગુરુનાથ તામિલનાડુ ક્રિકેટ એસોસિયેશન (ટીએનસીએ)ની અધ્યક્ષ બની હતી. દેશના કોઇ પણ ક્રિકેટ એસોસિયેશનમાં મહિલા અધ્યક્ષ બનવાનો પ્રથમ કિસ્સો છે.ગુરૂવારે મળેલી ટીએનસીએની 87મી વાર્ષિક બેઠકમાં સર્વાનુમતે નિર્ણય લેવાયો હતો. દેશના ક્રિકેટના ઇતિહાસમાં આવું બનવાનો પ્રથમ કિસ્સો છે. જો કે રુપા ગુરુનાથ ટીએનસીએની અધ્યક્ષ બની એની ઔપચારિક જાહેરાત કરાઇ નહોતી. સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ પસંદગી થઇ હતી. ટીએેનસીએની ચૂંટણીનો મામલો હાલ સુપ્રીમ કોર્ટમાં છે. સુપ્રીમ કોર્ટે ચૂંટણી કરવાની છૂટ એક શરતે આપી હતી કે ચૂંટણીનાં પરિણામ સુપ્રીમ કોર્ટની બહાલી પછી જાહેર કરવા. રીતે ગુરૂવારે મળેલી ટીએનસીએની વાર્ષિક બેઠકમાં વરણી સર્વાનુમતે થઇ હતી. સુપ્રીમ કોર્ટ એને બહાલ રાખે ત્યારબાદ રુપા અધ્યક્ષ બની હોવાની ઔપચારિક જાહેરાત કરવામાં આવશે.બુધવારે ચૂંટણીના ઉમેદવારી પત્રકો ભરવાનો છેલ્લો દિવસ હતો. રુપાએ બુધવારે પોતાનું ઉમેદવારી પત્રક ભર્યું  હતું અને એની સામે કોઇ પ્રતિસ્પર્ધી હોવાથી બિનહરીફ અને સર્વાનુમતે ચૂંટાઇ હતી. ક્રિકેટની દૂનિયામાં એક નવો ઇતિહાસ છે.

(5:54 pm IST)