Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

મહિલા બોક્સર મેરી કોમ કારકિર્દીની નવમી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભાગ લેવા તૈયાર

નવી દિલ્હી: કારકિર્દીની નવમી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભાગ લેવા માટે તૈયારી કરી રહેલી ભારતની લેજન્ડરી મહિલા બોક્સર મેરી કોમે કહ્યું છે કે, ઘણી વખત ચાહકોની અપેક્ષાઓ એવી વધી જાય છે કે, નર્વસનેસનો અનુભવ થાય છે. મેરી કોમે ગત વર્ષે ઘરઆગણે રમાયેલી મહિલા બોક્સિંગની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. જે તેનો વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપનો છઠ્ઠો ગોલ્ડ મેડલ હતો. વખતે મહિલા બોક્સિંગ ચેમ્પિયનશિપ રશિયાના ઉલાન-ઉદે ખાતે યોજાઈ રહી છે, જે માટે ભારતીય બોક્સિંગ ટીમ રમવાના થવાની તૈયારી કરી રહી છે. મહિલા વર્લ્ડ મુક્કેબાજીની વર્લ્ડ ચેમ્પિયનશિપનો પ્રારંભ તારીખ ઓક્ટોબરથી થશે.૩૭ વર્ષીય મેરી કોમે કહ્યું કે, દરેક વખતે હું જ્યારે રિંગમાં ઉતરું છું, ત્યારે મારો શ્રેષ્ઠ દેખાવ કરું છું. જોકે મેડલ જીતીશ કે નહી તે મારા હાથમાં નથી. અમારા પર ભારે દબાણ રહેતું હોય છે અને તેના કારણે ઘણી વખત નર્વસ પણ થઈ જવાય છે. મેરી કોમ અને ભારતીય ટીમ રવિવારે સવારે રશિયા જવા રવાના થશે. મેરી વખતે ૫૧ કિગ્રા વજન વર્ગની કેટેગરીમાં ભાગ લઈ રહી છે, જે કેટેગરી ઓલિમ્પિકમાં પણ છે. જ્યારે ગત વર્ષે તે ૪૮ કિગ્રા વજન વર્ગની ઈવેન્ટમાં વર્લ્ડ ચેમ્પિયન બની હતી.

(5:53 pm IST)