Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપના ૪૦૦ મીટર મિક્સ્ડ રિલે ફાઇનલમાં ક્વોલિફાય ભારતની ટીમ

નવી દિલ્હી: ભારતની ૪૦૦ મીટર મિક્સ્ડ રિલે ટીમે ઇતિહાસ રચીને ટોક્યોમાં થનારી ઓલિમ્પિકમાં પોતાનું સ્થાન પાકું કરી લીધું છે. દોહામાં રમાઈ રહેલા વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપના ફાઇનલમાં ક્વોલિફાય થવા માટે ટીમે પૂરું જોર લગાવ્યું હતું અને ત્રીજું સ્થાન મેળવ્યું હતું. તેઓ ફાઇનલમાં પહોંચ્યા છે અને એથી ઓલિમ્પિક માટે ક્વોલિફાય થયા છે. ઉલ્લેખનીય છે કે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં અંતિમ ૮માં સ્થાન પામનારી ટીમો ઓલિમ્પિક માટે પસંદગી પામે છે. ટીમમાં મોહમ્મદ અનસ, વી. કે. વિસ્મયા, જિસ્ના મેથ્યૂ અને નિર્મલ નોહ ટોમનો સમાવેશ છે અને ચાર જણે હીટ-૨માં ત્રીજું સ્થાન મેળવ્યું હતું. ભારતીય ટીમે રેસ મિનિટ અને ૧૬.૧૪ સેકન્ડમાં પૂરી કરી હતી. સૌથી પહેલાં અનસ દોડયો હતો. ત્યાર બાદ વિસ્મયાએ ઝડપથી દોડીને ભારતને બીજા લેપમાં પહેલા સ્થાને લાવીને મૂક્યું હતું. જિસ્નાએ ત્રીજા લેપમાં બેટન હાથમાં લીધું હતું. જોકે ચોથા લેપમાં તાલમેલના અભાવે નિર્મલ જિસ્નાના હાથમાંથી બેટન લેતી વખતે પાછળ રહ્યો હતો પણ તેણે ખૂબ ઝડપથી દોડ લગાવીને ભારતને ત્રીજું સ્થાન અપાવ્યું હતું.

(5:53 pm IST)