Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

રાંચીમાં બિલિયર્ડ રમતો દેખાયો ધોની

વર્લ્ડ કપ સેમી ફાઈનલ મેચ બાદ મહેન્દ્ર સિંહ ધોની ઓન ગ્રાઉન્ડ એક પણ મેચ રમ્યો નથી છતાં અલગ-અલગ રમતો માટેનો તેનો પ્રેમ જગજાહેર છે. તાજેતરમાં ધોની ઝારખંડના બહરાગોડાના વિધાયક કુનાલ સારંગી સાથે ઝારખંડ સ્ટેટ ક્રિકેટ અસોસિયેશન ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ (જેએસસીએ)માં બિલિયર્ડ રમતો જોવા મળ્યો હતો. ખરાબ મોસમના કારણે કેટલાક કાર્યક્રમો રદ થયા હતા જેના લીધે મળેલી નવરાશની પળોમાં આ હસ્તીઓએ બિલિયર્ડ રમી સમય પસાર કર્યો હતો.

(3:48 pm IST)