Gujarati News

Gujarati News

News of Monday, 30th August 2021

સ્ટુઅર્ટ બિન્ની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લેશે નિવૃત્તિ

બિન્નીએ ભારત માટે છ ટેસ્ટ, 14 વન-ડે મેચ રમી : એક મેચમાં માત્ર ચાર રન આપીને છ વિકેટ ઝડપી લીધી

 

મુંબઈ : સ્ટુઅર્ટ બિન્ની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેશે બિન્નીએ એક નિવેદનમાં કહ્યું, હું તમને જાણ કરુ છુ કે મેં પ્રથમ શ્રેણી અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે.

તેમણે કહ્યું, આંતરરાષ્ટ્રીય દેશનું પ્રતિનિધિત્વ કરવાથી મને ખૂબ આનંદ થયો જેનો મને ગર્વ છે. બિન્નીએ ભારતીય ક્રિકેટ બોર્ડ, અલગ-અલગ ટીમો, અન્ય ખેલાડીઓ અને કોચનો આભાર વ્યક્ત કર્યો. જેમણે એક ખેલાડી તરીકે આગળ વધારવાની દિશામાં તેમની મદદ કરી હતી.

 

બિન્નીના નામે આજે પણ ભારત માટે વન-ડેમાં ફાસ્ટ બોલિંગનો રેકોર્ડ નોંધાયેલો છે. તેમણે બાંગ્લાદેશની સામે વર્ષ 2014માં ઢાકામાં રમાયેલી વન-ડે મેચમાં ફક્ત 4 રન આપીને 6 વિકેટ લીધી હતી. તેમણે અનિલ કુંબલેનો રેકોર્ડ તોડ્યો હતો. જેમણે 1993માં વેસ્ટ ઈન્ડિઝ સામે 12 રન આપીને 6 વિકેટ લીધી હતી. બિન્નીના નામે ટેસ્ટ ક્રિકેટમાં 194 રન અને ત્રણ વિકેટ નોંધાયેલી છે. તો આંતરરાષ્ટ્રીય વન-ડે મેચમાં તેમણે 230 રન અને 20 વિકેટ લીધી છે. જ્યારે ત્રણ ટી-20માં બિન્નીના નામે 35 રન અને એક વિકેટ નોંધાયેલી છે. બિન્નીએ પ્રથમ કક્ષાની 95 મેચોમાં 4796 રન બનાવ્યાં છે. આ સિવાય 148 વિકેટ પણ લીધી છે. તો 100 લિસ્ટ એ મેચોમાં 1788 રન બનાવવાની સાથે 99 વિકેટ પણ પ્રાપ્ત કરી છે.

(4:19 pm IST)