Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

આંતરરાષ્ટ્રીય ફૂટબોલની દુનિયાને અલવિદા કહેશે ઇંગ્લેન્ડનો જેમી વાડી

નવી દિલ્હી: ઇંગ્લેન્ડ ફૂટબોલ ટીમનો સ્ટાઇકર જેમી વાડી આંતરરાષ્ટ્રીય ફૂટબોલ જગતને અલવિદા કહેવાનો હોવાની માહિતી મળી છે. એક સમાચારપત્ર દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર લિસેસ્ટર સિટીના સ્ટ્રાઈકર આવતા વર્ષે જનયુઆરીમાં 32 વરસનો થશે અને તેને ઇંગ્લેન્ડની રાષ્ટ્રીય ટીમ માટે પોતાના કેરિયરમાં રમેલ 26 મેચોમાં 7 ગોલ કર્યા છે. વર્ષ 2015માં ઇંગ્લેન્ડની ટીમમાં તેનો સમાવેલ થયો હતો.

વિશે વાડીએ કહ્યું કે હું સાચું કહું તો ઘણા સમયથી વાતનો હું વિચાર કરી રહ્યો હતો. હવે યુવા ખેલાડીઓને પણ તક  મળવી જોઈએ અને હેતુથી હું હવે ફૂટબોલની દુનિયાને અલવિદા કહેવા માંગુ છું.

(5:29 pm IST)