Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

સ્કવોશની સેમી ફાઈનલમાં પુરૂષ અને મહિલા ટીમો

ભારતની કવોશની પુરુષ અને મહિલા ટીમો એશિયન ગેમ્સમાં અત્યાર સુધીનો શ્રેષ્ઠ પર્ફોર્મન્સ કરતાં પોતપોતાની હરીફ ટીમોને ૩-૦થી હરાવીને સેમી ફાઇનલમાં પહોંચી ગઈ છે એટલે વધુ બે મેડલ પાક્કા થયા છે. ભારતના ખેલાડી સૌરવ ઘોષાલે થાઇલેન્ડના પુન્સીરી ફુઇસને ૧૧-૮, ૧૧-૪ અને ૧૨-૧૦થી હરાવ્યો હતો. રમિત ટંડને ફેટ્રાપ્રસિત આર્નોલ્ડને ૧૧-૨, ૧૧-૩, ૧૧-૬થી અને મહેશ મન્ગોન્કરે જીવાસુવન નથ્થાકિટને ૧૧-૦, ૧૧-૬, ૧૧-રથી હરાવ્યો હતો. જોશના ચિનપ્પા, દીપિકા પલ્લીકલ કાર્તિક, સુનયના કુરુવિલા અને તન્વી ખન્નાએ ચીનના ખેલાડીઓને ૩-૦થી હરાવીને પોતાનું 'અપરાજિત' વિજય અભિયાન જાળવી રાખ્યું છે.(૩૭.૧)

(1:54 pm IST)