Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

મીરાબાઇની સાદગી નિહાળી કલાકાર આર.માધવનની લાગણી ભરી પોસ્ટ

 નવી દિલ્હીઃ ભારતને ટોક્યો ઓલિમ્પિકમાં પ્રથમ મેડલ અપાવનારી એથ્લેટ મીરાબાઇ ચાનૂ પર આખો દેશ ફિદા છે. લોકો તેની જબરદસ્ત પ્રસંશા કરી રહ્યાં છે. હવે એકટર આર માધવને કહ્યું કે, ઓલમ્પિયન મીરાબાઇ ચાનૂને મણીપુરમાં તેના ઘરે ખાવાનુ ખાતા જોઇને તેના હોશ ઉડી ગયા છે. તે હાલમાં મહિલા વેઇટલિફ્ટિંગ ૪૯ કિલોગ્રામ વર્ગમાં રજત પદક જીતીને ભારત આવી છે. તસવીરમાં મીરાબાઇ ચાનૂ બે અન્ય લોકોની સાથે રસોડામાં જમીન પર બેસીને કરીના સાથે ભાત ખાતી દેખાઇ રહી છે. ચાનૂએ ખાવાનુ ખાતા ખાતા કેમેરાની સામે જોઇને પૉઝ આપ્યો છે.

 આર માધવને તસવીર પર રીટ્વીટ કરતા લખ્યુ- અરે, આ સાચુ ના હોઇ શકે, મારી પાસે શબ્દ ઓછી પડી રહ્યાં છે.... મીરાબાઇ ચાનૂએ પોતાના ઘરની એક તાજા તસવીર પણ શેર કરી, ફોટાના કેપ્શનમાં લખ્યું- તે મુસ્કાન જ્યારે તમે છેવટે બે વર્ષ બાદ ઘરનુ ખાવાનુ ખાઓ છો.

(3:56 pm IST)