Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

ધવનની સ્પોર્ટસમેન સ્પીરીટ, શ્રીલંકન ટીમને બિરદાવી

અંતિમ બે મુકાબલામાં યુવાનોએ શ્રેષ્ઠ પ્રદર્શન કરવાના ભરપૂર પ્રયાસો કર્યાઃ ધવન

નવી દિલ્હીઃ વન-ડે સીરીઝ જીત્યા પછી ટીમ ઇન્ડિયાને ટી-૨૦ સીરીઝ ૨-૧ થી જીતીને ૨૦૦૮ પછી પહેલીવાર ભારત સામે કોઇ સીરીઝ જીતી છે. ટીમ ઇન્ડિયાના મોટાભાગના સ્ટાર ખેલાડીઓ જયારે કોરોનાના ભયના લીધે આઇસોલેશનમાં હતા ત્યારે ભારતની બિન અનુભવી ટીમ સામે શ્રીલંકન ક્રિકેટરોએ શાનદાર પ્રદર્શન કરીને સીરીઝ જીતી લીધી હતી. ટી-૨૦ સીરીઝમાં  હાર મળ્યા પછી ભારતીય કેપ્ટન શિખર ધવન બહુ નિરાશ જોવા મળ્યા હતા.

ધવને કહ્યું આ અમારા માટે મુશ્કેલ પરિસ્થિતિ હતી. ખરેખર તો જે રીતે આ નવા છોકરાઓ રમ્યા તેના પર આપણને  ગર્વ થવો જોઇએ. બધાએ છેલ્લા બે મેચોમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવાની કોશીસ કરી હતી. તેમનું વલણ જોરદાર હતુ. અમે મેચમાંથી કઇ શીખવા મળે છે.

અમે બહુ વિકેટો ગુમાવી, શ્રી લંકાએ સારી બોલીંગ કરી હતી. જયારે તમે શરૂઆતમાં જ વિકેટો ગુમાવી  બેસો છો ત્યારે દબાણ વધી જાય છે મને આનંદ છે કે અમે ૮૦ના સ્કોર સુધી પહોંચી ગયા. શ્રીલંકન ટીમને અભિનંદન.

(1:01 pm IST)