Gujarati News

Gujarati News

News of Thursday, 30th July 2020

એન્ડરસન-બ્રોડનો ૫૦૦મો શિકાર ક્રેગ બ્રેથવેઇટ બન્યો

ટેસ્ટમાં ૫૦૦થી વધુ વિકેટ લેનારમાં ઇન

નવી દિલ્હી, તા. ૩૦ : ઇંગ્લૅન્ડના બોલર્સ જેમ્સ ઍન્ડરસન અને સ્ટુઅર્ટ બ્રૉડે તેમની ૫૦૦મી વિકેટનો શિકાર વેસ્ટ ઇન્ડીઝના ક્રૅગ બ્રેથવેઇટને બનાવ્યો હતો. દુનિયામાં અત્યાર સુધીમાં ટોટલ સાત બોલર્સે ટેસ્ટમાં ૫૦૦થી વધુ વિકેટ લીધી છે, જેમાંથી બે ઇંગ્લૅન્ડના છે. નવાઈની વાત છે કે બન્ને પ્લેયર્સની જ્યારે વાત કરવામાં આવશે ત્યારે તેમની સાથે વેસ્ટઈન્ડીઝના ક્રૅગ બ્રૅથવેઇટનું નામ પણ લેવામાં આવશે. ઍન્ડરસન અને બ્રૉડ બન્નેએ તેમના ટેસ્ટ કરીઅરની ૫૦૦મી વિકેટ માટે બ્રેથવેઇટને શિકાર બનાવ્યો હતો. ૨૦૧૭ની સિરીઝમાં લૉર્ડ્સમાં રમાયેલી મૅચમાં ઍન્ડરસને બ્રેથવેઇટને આઉટ કરી સિદ્ધિ મેળવી હતી. બ્રૉડે ઓલ્ડ ટ્રેફોર્ડમાં રમાયેલી મૅચમાં બ્રૅથવેઇટને આઉટ કરીને સિદ્ધિ મેળવી છે.

(8:00 pm IST)