Gujarati News

Gujarati News

News of Thursday, 30th July 2020

રોબિન ઉથ્થપા અને શીતલ ગૌતમે બે વખત લગ્ન કર્યા

ધર્મની દિવાર તોડીને બંનેએ લગ્ન કર્યા હતા : ૩ માર્ચ ૨૦૧૬ના રોજ ખ્રિસ્તી ધર્મ પ્રમાણે અને બાદમાં ૧૧ માર્ચે હિન્દુ રીતિરિવાજો સાથે ફરીવખત લગ્ન કર્યા

નવી દિલ્હી, તા. ૩૦ : ભારતીય ક્રિકેટ ટીમના આક્રમક બેટ્સમેન રોબિન ઉથપ્પાએ વર્ષ ૨૦૦૬માં તેના ઇન્ટરનેશનલ કેરિયરની શાનદાર શરૂઆત કરી હતી. ત્યારબાદ વર્ષ ૨૦૦૭માં તેમણે બે વર્લ્ડ કપ, ટી-૨૦ વર્લ્ડ કપ અને વન ડે વર્લ્ડ કપ રમવાની તક મળી હતી. જો કે ઉથપ્પા ઘણા સમયથી ટીમથી બહાર છે અને તેના કારણે કહેવું મુશ્કેલ છે કે, તે ફરી ટીમ માટે ક્યારે રમી શકશે. આમ તો આજે અમે રોબિન ઉથપ્પાના કેરિયર વિશે નહીં પરંતુ તેની લવ સ્ટોરી વિશે વાત કરવાના છે. જે ખેરખરમાં ઘણી રસપ્રદ છે. જોકે ભાગ્યે જોવા મળે છે કે કોઈ ખેલાડી બીજા ખેલાડી સાથે લગ્ન કરે છે, કારણ કે ઘણીવાર ક્રિકેટર કોઈ મોડેલ અથવા અભિનેત્રી સાથે લગ્ન કરે છે, પરંતુ રોબિને વર્ષ ૨૦૧૬માં ટેનિસ ખેલાડી શીતલ ગૌતમ સાથે લગ્ન કર્યા હતા.

               જ્યાં શીતલ હિન્દુ પરિવારમાંથી આવે છે તો રોબિન ખ્રિસ્તી ધર્મનો છે. બંનેની પ્રથમ મુલાકાત વર્ષ ૨૦૦૯માં એક કોમન મિત્ર દ્વારા થઈ હતી અને પહેલી વારમાં બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા હતા. ધીરે ધીરે મળવાનું વધવા લાગ્યું અને બંને વચ્ચે અફેર શરૂ થઈ ગયુ હતુ. જોકે, રોબિન અને શીતલ બંનેએ લાંબા સમય સુધી પોતાના સંબંધોને છુપાવ્યા હતા. ત્યારબાદ વર્ષ ૨૦૧૪માં રોબિને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શીતલના જન્મદિવસની કેટલીક તસવીરો શેર કરી હતી. ત્યારબાદ દુનિયાને બંનેના અફેર વિશે ખબર પડી. તે પછી શું જે હંમેશા થાય છે, તે તેની લવ સ્ટોરીમાં પણ થયું. બંનેના લગ્નજીવનમાં ધર્મની દિવાલ આવી ગઈખરેખર, રોબિન અને શીતલનો પરિવાર સંબંધની વિરૂદ્ધ હતો, પરંતુ પ્રેમની સામે પરિવારની વાત કોણ સાંભળે છે,

             રોબિન તો શીતલને પ્રપોઝ કરી ચુક્યો હતો. આખરે ખૂબ સમજાવટ પછી બંનેના પરિવારજનોએ લગ્ન માટે મંજૂરી આપી હતી. ત્યારબાદ બંનેએ વર્ષ ૨૦૧૬માં લગ્ન કર્યાં હતાં. જુદા જુદા ધર્મોમાંથી આવતા હોવાને કારણે તેમના લગ્ન બે વાર થયા હતારોબિન ઉથપ્પા અને શીતલે માર્ચ ૨૦૧૬ના રોજ ખ્રિસ્તી ધર્મ સાથે લગ્ન કર્યા અને બાદમાં ૧૧ માર્ચે હિન્દુ રિવાજો સાથે ફરીથી લગ્ન કર્યા. આજે રોબિન અને શીતલ એક પુત્રના માતાપિતા બન્યા છે. રોબિન ઘણીવાર સોશિયલ મીડિયા પર પોતાના દીકરા સાથે ફોટા શેર કરે છે.

(7:59 pm IST)