Gujarati News

Gujarati News

News of Monday, 30th July 2018

કેટલાય દિવસથી ફઝીલ નામના વાળંદ પાસેથી અસ્ત્રો ચલાવવાનું શીખી રહી છું, આજે ધોની ઉપર પ્રયોગ કરવાનો મોકો મળી ગયોઃ ધોનીના ગળા ઉપર અસ્ત્રો ફેરવતી બિગ બોસ સિઝન-૬ની સપના ભવનાનીનો વીડિયો વાયરલ

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્‍દ્ર સિંહ ધોનીના ગળા ઉપર અસ્ત્રો ચલાવી રહેલ બિગ બોસ સિઝન-૬માં ભાગ લઇ ચૂકેલી સપના ભવનાનીનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે.

સપના ભવનાની હંમેશા પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર ભારતીય ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીની સાથે તસવીરો શેર કરતી રહેતી હોય છે. સપના ધોનીની હેર સ્ટાઈલિસ્ટ પણ છે. તાજેતરમાં જ સપનાએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર ધોની સાથે એક રસપ્રદ વીડિયો પોસ્ટ કર્યો છે.

સપનાએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર જે વીડિયો શેર કર્યો છે તેમાં તે ધોનીની શેવિંગ કરતી જોવા મળી રહી છે. ખાસ વાત એ છે કે ધોનીએ અહીં કોઈ રેજર કે ટ્રિમરને બદલે અસ્ત્રાનો ઉપયોગ કતી જોવા મળી રહી છે. સપનાએ આ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે તે કેટલાય દિવસથી ફઝીલ નામના એક વાળંદ પાસેથી અસ્ત્રો ચલાવવાનું સીખી રહી હતી અને આજે તેને ધોની પર પ્રયોગ કરવાનો મોકો પણ મળઈ ગયો. ગુરુપૂર્ણિમા સાથે આ વીડિયોને જોડતાં સપનાએ કહ્યું કે તેના માટે આ ગુરુ પૂર્ણિમા શાનદાર રહી.

સાથે જ સપનાએ ફરિયાદી અવાજમાં કહ્યું કે માહી ભલે એમની સાથે એકપણ પોસ્ટ શેર ન કરે પરંતુ તે હંમેશા તેની સાથે ફોટા પડાવે છે અને પોતાના પર પ્રયોગ કરવાનો પણ મોકો આપે છે. ધોનીનાં વખાણ કરતા સપના લખે છે કે ધોનીએ આજે પહેલી વખત એમના પર અસ્ત્રો ચલાવવા દીધો.

સપના આ વાતથી બહુ ખુશ જોવા મળી રહી હતી અને ધોની હંમેશાની જેમ શાંત તથા કૂલ દેખાઈ રહ્યા હતા. આ વીડિયોને અત્યાર સુધીમાં 70 હજારથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. સપનાએ આ વીડિયોને પોતાના ફેસબુક પેજ પર પણ શેર કર્યો છે. તમને જણાવી દઈએ કે ધોનીના ફેમસ લાંબા વાળ પર પણ સપનાએ જ કાતર ચલાવી હતી.

(6:19 pm IST)