Gujarati News

Gujarati News

News of Monday, 30th July 2018

એશિયન ગેમ્સની તૈયારીમાં વ્યસ્ત શૂટર મનુ ભાકર

ભારતની શૂટર મનુ ભાકર પાસેથી અપેક્ષાઓ ઘણી વધી ગઈ છે, પરંતુ આ ૧૬ વર્ષની ખેલાડી કોઈપણ દબાણ વગર આવતા મહિને થનારી એશિયન ગેમ્સની તૈયારીમાં લાગી ગઈ છે. હરિયાણાની ઝજ્જરની શૂટરે કહ્યું હતું કે હું એશિયન ગેમ્સ અને ત્યારબાદ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં સારૂ પ્રદર્શન કરવા માગુ છુ, પરંતુ સારૂ કહુ તો હું મેડલ વિશે નહિં, પરંતુ આવનારી સ્પર્ધા વિશે વિચારૂ છું. દબાણ હશે, પરંતુ એ બધી જ જગ્યાએ હોય છે, મનુ ભાકર એશિયન ગેમ્સમાં ૧૦ મીટર એર પિસ્ટલ, ૨૫ મીટર સ્પોટ્ર્સ પિસ્ટલ અને મિકસ્ડ એર પિસ્ટલમાં ભાગ લેશે. મનુ ભાકર અત્યાર સુધીમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ૧૦ ગોલ્ડ મેડલ જીતી ચૂકી છે.
 

(3:30 pm IST)