Gujarati News

Gujarati News

News of Thursday, 30th June 2022

ભારતીય હોકી ટીમના 2 ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફના 3 સભ્યો કોવિડ-19થી સંક્રમિત

નવી દિલ્હી: ભારતીય પુરૂષ હોકી ટીમના બે ખેલાડીઓ અને સહાયક સ્ટાફના ત્રણ સભ્યો કોવિડ-19થી સંક્રમિત જોવા મળ્યા છે. હોકી ઈન્ડિયાએ ગુરુવારે આ જાણકારી આપી. ગોલકીપર પીઆર શ્રીજેશ, ક્રિષ્ન પાઠક, સુરેન્દ્ર કુમાર, હરમનપ્રીત સિંહ, વરુણ કુમાર અને અમિત રોહિદાસ કોમનવેલ્થ ગેમ્સ કેમ્પમાં સામેલ છે, જે બેંગલુરુમાં 27 જૂને શરૂ થઈ હતી અને 23 જુલાઈએ સમાપ્ત થશે. હોકી ઈન્ડિયાએ એક રિલીઝમાં જણાવ્યું હતું કે, "કોવિડ માટે આરટીપીસીઆર ટેસ્ટ બુધવારે સવારે હાથ ધરવામાં આવ્યા હતા. હળવા લક્ષણો દર્શાવતા ખેલાડીઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે."

(7:03 pm IST)