Gujarati News

Gujarati News

News of Thursday, 30th June 2022

દ્રવિડની આગેવાનીમાં આપણે ઇંગ્‍લેન્‍ડને સિરીઝ હરાવેલીઃ આ વખતે કોચની ભૂમિકામાં

નવી દિલ્‍હીઃ એજબેસ્‍ટન ટેસ્‍ટ માટે પણ એક વિચિત્ર બની રહ્યો છે. કારણ કે છેલ્લી વખત જયારે ભારતે ઇંગ્‍લેન્‍ડમાં ટેસ્‍ટ સિરીઝ  જીતી હતી ત્‍યારે રાહુલ દ્રવિડ ભારતના સૂકાની હતા. રાહુલ દ્રવિડના નેતૃત્‍વમાં ટીમ ઇન્‍ડિયાએ ૨૦૦૭ માં શ્રેણી ૧-૦થી જીતી હતી હવે ભૂમિકા બદલાઇ ગઇ છે. ૧૫ વર્ષ પછી રાહુલ દ્રવિડ ટીમ ઇન્‍ડિયાના મુખ્‍ય કોચ છે.   અને હવે ભારત શ્રેણી જીતવાની નજીક પહોંચી ગઇ છે.

૨૦૦૭ ભારતીય ક્રિકેટ ચાહકો કયારેય ભૂલી શકતા નથી. વર્ષની શરૂઆતમાં ટીમ ઇન્‍ડિયાની વર્લ્‍ડ કપમાં ખરાબ સ્‍થિતિ હતી. ત્‍યારે ટીમે ચાહકોના દિલ ખરાબ રીતે તોડી નાખ્‍યા હતા. ત્‍યારબાદ જ્‍યારે ભારતીય ટીમ ઇંગ્‍લેન્‍ડ પહોંચી ત્‍યારે રાહુલ દ્રવિડ પાસેથી ઘણી અપેક્ષાઓ હતી કે ટીમ અહી કઇક શાનદાર  પ્રદર્શન કરશે. ત્રણ ટેસ્‍ટ મેચની શ્રેણીમાં પણ આવુ થયુ. ભારતે પ્રથમ અને ત્રીજી ટેસ્‍ટ ડ્રો કરી. જયારે ટેન્‍ટબ્રિજમાં રમાયેલી ટેસ્‍ટ મેચમાં ટીમ ઇન્‍ડિયાએ  ૭ વિકેટે જીત મેળવી હતી ટીમ ઇન્‍ડિયા તરફથી આ મેચમાં હીરો ઝહીર ખાન હતો. જેણે કુલ ૯ વિકેટ લીધી હતી. આ સાથે સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી, વીવીએસ લક્ષ્મણ, દિનેશ કાર્તિક અને વસીમ જાફરે બેટીંગમા અડધી સદી ફટકારી હતી, ટીમ ઇન્‍ડિયાએ આ મેચ ૭ વિકેટે જીતી લીધી હતી.

ઇંગ્‍લેન્‍ડમાં ભારતનો ટેસ્‍ટ સીરિઝ રેકોર્ડ

૨૦૦૭.ભારત૧-૦થી જીત્‍યુ.૨૦૧૧, ભારત ૪-૦ થી હાર્યુ. ૨૦૧૪, ભારત ૩-૧ થી હાર્યુ. ૨૦૧૮ , ભારત ૪-૧ થી હાર્યુ. ૨૦૨૧-૨૨, ભારત ૨-૧ થી આગળ

૧૫ વર્ષ બાદ રાહુલ દ્રવિડ ટીમ ઇન્‍ડિયાનો મુખ્‍ય કોચ બન્‍યો છે. ગયા વર્ષે જયારે આ શ્રેણી થઇ ત્‍યારે રવિ શાષાી ભારતીય ટીમના કોચ હતા અને વિરાટ કોહલી ટીમની કમાન સંભાળતા હતા. હવે જયારે સિરીઝની છેલ્લી મેચ રમાઇ રહી ત્‍યારે રાહુલે દ્રવિડ કોચ છે અને રોહિત શર્મા ( Rohit Sharma) કેપ્‍ટન છે.જયારે રવિ શાષાી તેના આક્રમક કોચિંગ માટે જાણીતા છે ત્‍યારે રાહુલ દ્રવિડની રમતની  પ્રકૃતિ યોગ્‍ય પ્રક્રિયા પર રહી છે.

રાહુલ દ્વવિડના કોચિંગ હેઠળ ભારતે મોટા ભાગની મેચ ભારતમાં જ રમી છે. તેથી ઇંગ્‍લેન્‍ડની પરીક્ષા એટલી સરળ નહી હોય. જોકે, ક્રિકેટર તરીકે રાહુલ  દ્રવિડનો રેકોર્ડ ઇંગ્‍લેન્‍ડમાં મજબૂત રહ્યો છે.

(2:52 pm IST)