Gujarati News

Gujarati News

News of Thursday, 30th June 2022

મલેશિયા ઓપન :સિંધુ અને કશ્‍યપ જીત્‍યા, સાઇના હારી

નવી દિલ્‍હીઃ કવાલા લમ્‍પુરમાં મલેશિયા ઓપન સુપર ૭૫૦ ટુર્નામેન્‍ટમાં ભૂતપૂર્વ વર્લ્‍ડ ચેમ્‍પિયન પી.વી.સિંધુ થાઇલેન્‍ડની પોર્નપાવી ચોચુવોન્‍ગને ૨૧-૧૩, ૨૧-૧૭થી હરાવીને બીજા રાઉન્‍ડમાં પહોંચી હતી, પરંતુ સાઇના નેહવાલને અમૈરિકાની આઇરિસ વોન્‍ગ સામે ૩૭ મિનિટમાં ૧૧-૨૧, ૧૭-૨૧થી પરાજય થયો હતો. કિદામ્‍બી શ્રીકાંત ઇજા પછીના કમબેકમાં સાઉથ કોરિયાના હીઓ કવાન્‍ગહી સામે ૨૧-૧૨, ૨૧-૧૭થી જીતીને સેકન્‍ડ રાઉન્‍ડમાં પહોંચી ગયો હતો.

(2:51 pm IST)