Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

મિતાલી વન-ડેમાં ટોપ ફાઈવમાં

ઈંગ્લેન્ડ સામે ફટકારેલી ફીફટીથી ICC રેન્કીંગમાં ફાયદો

નવીદિલ્હીઃ બ્રિસ્ટલમાં રમાયેલી ઇંગ્લેન્ડ સામેની પ્રથમ વન ડે મેચમાં ૭૨રન ફટકારેલ મિતાલી રાજને આઇસીસી મહિલા વન ડે રેન્કીંગમાં તેને સીધો ફાયદો મળ્યો છે. મિતાલી એ ૩૮ વર્ષીય છે અને તેણે હમણાં જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૨૨ વર્ષ પુરા કર્યા છે.

વર્ષ ૨૦૧૯ ના ઓકટોબર માસ બાદ તે પ્રથમ વખત ટોપ ફાઇવ મહિલા બેટ્સમન તરીકે પહોંચી શકી છે. આ પહેલા તે આઠમાં ક્રમાંકે હતી. આમ દિગ્ગજ ભારતીય મહિલા ક્રિકેટ કેપ્ટન મિતાલી એ ત્રણ સ્થાન આગળ વધી છે. જોકે અન્ય ભારતીય બેટ્સમેનોની વાત કરવામાં આવે તો, ખાસ કોઇના રેન્કીંગમાં ફેરફાર થયો નથી. શેફાલી વર્મા ટી૨૦ ક્રિકેટમાં નંબર વન બેટ્સમેન છે. જેણે હાલમાં જ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ વન ડે દરમ્યાન ડેબ્યૂ કર્યુ છે.

(4:08 pm IST)