Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

IPLમાં બે નવી ટીમોની ફ્રેન્ચાઈઝીની બેઝીક પ્રાઈઝ ૨૨૦૦ થી ૨૯૦૦ કરોડ વચ્ચે રહેશે

ચેન્નાઈ અને મુંબઈને પણ પાછળ છોડી દેશે?

નવીદિલ્હીઃ આઈપીએલની વર્તમાન ૮ ટીમોમાં સીએસકે, મુંબઇ, કેકેઆર અને આરસીબી ૪ સૌથી મોંઘી ટીમો છે. મુંબઈની કિંમત ૨૭૦૦ થી ૨૮૦૦ કરોડ છે, સીએસકેની કિંમત ૨૨૦૦ થી ૨૩૦૦ કરોડ છે. ક્રિકબઝના મતે નવી ફ્રેન્ચાઇઝીની બેઝ પ્રાઈસ આશરે ૨૫૦ મિલિયન યુએસ ડોલર અથવા ૧૮૦૦ કરોડ રૂપિયાની આસપાસ હોઈ શકે છે. અંતિમ કિંમત રૂ.૨૨૦૦-૨૯૦૦ કરોડની વચ્ચે રહેશે.

આઈપીએલ ૨૦૨૨ માં પણ મોટી હરાજી થશે, જેમાં ટીમોને સંપૂર્ણ સુધારણાના સમયગાળામાંથી પસાર થવું પડશે. હાલમાં, બીસીસીઆઈ આ વર્ષે આઇપીએલની સીઝનની મેચનું આયોજન કરવાનું છે. ની કુલ ૩૧ મેચ યુએઈમાં રમાવાની છે. કોરોનાને કારણે મેમાં ટૂર્નામેન્ટ મુલતવી રાખવામાં આવી હતી. હવે ફરીથી સપ્ટેમ્બરમાં શરૂ કરવામાં આવશે.

(3:36 pm IST)