Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

ટીમ સાઉથી ફાઇનલમાં પહેરેલી જર્સીની લીલામી કરશે

૮ વર્ષની બાળકીના કેન્સરનો ખર્ચ પુરો કરવા

નવી દિલ્હી, તા. ૩૦ : કોરોના મહામારી દરમ્યાન અનેક ખેલાડીઓ મદદ માટે આગળ આવ્યા હતા. કોઇએ દવા તો, કોઇએ ઓકસીજન માટેની મદદનો હાથ લંબાવ્યો હતો. ન્યુઝીલેન્ડના ઝડપી બોલર ટિમ સાઉથી  આવા જ એક ભલાઇના કામ માટે આગળ આવ્યો છે. ૮ વર્ષની માસૂમ બાળકીની સારવાર માટે તેણે પૈસા એકઠા કરવા માટેનો નિર્ણય કર્યો. આ માટે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલમાં પહેરેલી પોતાની જર્સીને લીલામ કરવા રાખી દીધી.

ટિમ સાઉથી એ ફાઇનલ મેચમાં મેદાને ઉતરતી વેળા પહેરેલી જર્સીનુ ઓકશન કરી રહ્યો છે. જે જર્સી પર ટીમના તમામ ખેલાડીઓની સાઇન છે. ટિમ સાઉથીની આ જર્સી દ્વારા જે આવક ઉભી થશે તેમાંથી ૮ વર્ષની બાળકીના કેન્સર માટે ખર્ચ કરશે. હોલી બેટ્ટી નામની ૮ વર્ષીય બાળકીને ઇમ્યુન સિસ્ટમ પ્રભાવિત કરનાર એડ્રિનલ ગ્લેન્ડનુ કેન્સર થયુ છે. એટલે કે ન્યૂરોબ્લાસ્ટોમાંની બીમારીથી સંઘર્ષ કરી રહી છે.

(3:34 pm IST)