Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

વેસ્ટ ઈન્ડીઝ સામેની પહેલી ટેસ્ટ મેચ નહીં રમે જો રૂટ

ઈંગ્લેન્ડની ટીમનો કેપ્ટન  જો રૂટ વેસ્ટ ઈન્ડીઝ સામેની પહેલી ટેસ્ટમાં રમતો જોવા નહીં મળે. જો રૂટ બીજીવાર પપ્પા બનવાનો છે એને લીધે તે મેચમાં નહીં રમે. જો રૂટની ગેરહાજરીમાં પહેલીવાર બેન સ્ટોકસ કેપ્ટન્સી સંભાળશે. માર્ચમાં સ્પોર્ટ્સ બંધ થયું હતું અને ત્યારબાદ પહેલીવાર ઓફિશ્યલી ક્રિકેટ શરૂ થઈ રહ્યું છે. રૂટ તેના બાળકના જન્મ દરમ્યાન હોસ્પિટલમાં જાય તો તેણે ત્યાર બાદ આવીને સેલ્ફ- કવોરન્ટીન થવું પડશે.

(3:08 pm IST)
  • એક નવો ચીની ખતરો : ચીનના વૈજ્ઞાનિકોએ ફ્લૂના જેવો જ એક નવો વાયરસ શોધ્યો છે જે કોરોના વાયરસની જેમ મહામારીનું રૂપ ધારણ કરી શકે છે. આ વાયરસ G4 EA H1N1ના નામથી ઓળખાય છે. આ ફ્લૂનો વાયરસ ભૂંડમાંથી મળ્યો છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે તે માણસોને પણ સંક્રમિત કરી શકે છે. શોધકર્તાઓને ડર છે કે આ નવો વાયરસ અને વધારે મ્યૂટેટ થઈને સરળતાથી એક વ્યક્તિથી અન્ય વ્યક્તિમાં ફેલાઈ શકે છે. access_time 9:03 am IST

  • રાજકોટમાં કડાકા - ભડાકા સાથે છેલ્લી અડધી કલાકથી વરસાદ ચાલુ છે : કાળા ડિબાંગ- ઘનઘોર વાદળો છવાયા : વિજળીના કડાકા - ભડાકા સાથે બેફામ વરસાદ ચાલુ : લોકો ધ્રુજી ઉઠે અને ભયભીત થાય તે રીતે વિજળી ગાજે છે : છેલ્લી અડધી કલાકથી બેફામ વરસાદ ચાલુ access_time 11:18 am IST

  • બોટાદના બરવાળા ગામમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ: ભીમનાથ અને પોલારપુર ચોકડી વિસ્તારમાં વરસાદ: નભોઈ અને પીપરીયા સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ: વરસાદ કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી: ખેડૂતોમાં ખુશીની લહેર access_time 9:37 pm IST