Gujarati News

Gujarati News

News of Saturday, 30th June 2018

ટીમ ઇન્‍ડીયાનો સુકાની વિરાટનો ગત ઇગ્‍લેન્‍ડનો પ્રવાસ નિઃરસ રહ્યો હતો કોહલી મોટી ઇનિંગ રમવામાં અસફળ

નવી દિલ્‍હી : ટીમ ઇન્‍ડિયાનો સુકાની વિરાટ કોહલીનો ગત ઇંગ્‍લેન્‍ડનો પ્રવાસ નિઃરસ રહ્યો  હતો. કોહલી મોટી ઇનિંગ રમવામાં અસફળ રહ્યો હતો. ભારતીય ટીમે આયરલેન્‍ડ વિરૂધ્‍ધ બેન્‍ને મેચોમાં વિજય મેળવ્‍યો હતો પરંતુ કેપ્‍ટન પોતે સારો દેખાવ કરવામાં અસફળ રહ્યો હતો.

આયર્લેન્ડ વિરુદ્ધ પ્રથમ ટી20 કોહલી શૂન્ય પર આઉટ થયો હતો. પીટર ચેજે વિરાટને ખાતું પણ ન ખોલવા દીધું. પરંતુ કોહલી જ્યારે બેટિંગમાં આવ્યો ત્યારે ભારતીય ટીમ પાસે વધુ ઓવર પણ બચી ન હતી. તેવામાં તેની વિકેટ પર વધુ ધ્યાન ન આપવામાં આવ્યું. 

બીજી ટી20માં કોહલી રાહુલની સાથે ઓપનિંગ કરવા આવ્યો અને 9 રન પર આઉટ થઈ ગયો. ઈનિંગની ત્રીજી ઓવરમાં પીટર ચેજે વિરાટને આઉટ કર્યો હતો. 

વિરાટ કોહલી ટી20માં છેલ્લા પાંચ ઈનિંગથી સતત ફેલ થઈ રહ્યો છે. તેનો સ્કોર 13, 26, 1, 0 અને 9 રહ્યો છે. ટી-20ની છેલ્લા પાંચ ઈનિંગમાં રન ન બનાવવાને કારણે વિરાટની બેટિંગ એવરેજ પણ 50થી નીચે આવી ગઈ છે. કોહલીની એવરેજ 48.58 પર પહોંચી ગઈ છે. 

(11:39 pm IST)