Gujarati News

Gujarati News

News of Saturday, 30th June 2018

વિમ્બલ્ડનમાં ફેડરરની રાહ આસાન: નડાલને મુશ્કેલી

નવી દિલ્હી:વિમ્બલ્ડનના જાહેર થયેલા ડ્રોમાં ફેડરરની નવમા ટાઈટલની રાહ આસાન લાગી રહી છે. જ્યારે નડાલને અત્યંત પડકારજનક ડ્રો મળ્યો છે. ફેડરર પ્રથમ રાઉન્ડમાં સર્બિયાના લાજોવિચ સામે ટકરાશે. જે પછી તેને ચોથા રાઉન્ડાં કોરિક સામે રમવું પડી શકે. કોરિકે તેને હેલી ઓપનની ફાઈનલમાં હરાવ્યો હો. આ પછી ક્વાર્ટર ફાઈનલમાં કેવિન એન્ડરસન તેમજ સેમિ ફાઈનલમાં સિલીક અનેફાઈનલમાં નડાલ સામે રમવાનું આવી શકે. વિમ્બલ્ડન અગાઉ હેલી ઓપન અને ક્વિન્સ ઓપનની ગ્રાસ કોર્ટ ટુર્નામેન્ટ જીતનારા ક્રોએશિયાના બંને ખેલાડીઓ ફેડરરના હાફમાં છે. જોકે નડાલને ખુબ જ મુશ્કેલ ડ્રો મળ્યો છે. તેના હાફમાં પોટ્રો, એલેક્ઝાન્ડર ઝ્વેરેવ, કિર્ગીઓસ, યોકોવિચ અને મરે સામેલ છે. ફર્સ્ટ રાઉન્ડની હાઈપ્રોફાઈલ મેચ વાવરિન્કા અને ડિમિટ્રોવ સામે રમાશે. જ્યારે નડાલ ઈઝરાઈલના ડુડી સેલા સામે જીતીને આગેકૂચ કરે તો તેને ક્વાર્ટર ફાઈનલમાં મરે કે પોટ્રોનો અને ત્યારબાદ સેમિ ફાઈનલમાં ઝ્વેરેવ, કિર્ગીઓસ કે યોકોવિચનો સામનો કરવો પડી શકે. યોકોવિચને પ્રથમ રાઉન્ડમાં અમેરિકાના સેન્ડગ્રેન સામે જીત મળેતો ત્રીજા રાઉન્ડમાં બ્રિટનના એડમંડ સામે, ચોથા રાઉન્ડમાં થિએમ સામે અને ક્વાર્ટર ફાઈનલમાં રમવું પડી શકે.  મરે પ્રથમ રાઉન્ડમાં ફ્રાન્સના પાયરે સામે રમશે અને બીજા રાઉન્ડમાં તેની સામે ચાર્ડી કે શાપોવાલોવ આવી શકે. ટોપ હાફમાં સિલિક અને રાઓનિક વચ્ચે ત્રીજા રાઉન્ડની ટક્કર થઈ શકે.

(4:58 pm IST)