Gujarati News

Gujarati News

News of Saturday, 30th June 2018

આ કારણોસર સ્ટાર બોક્સર મેરીકોમે લીધું એશિયાઈ ગેમ્સમાંથી પાછું નામ

નવી દિલ્હી: પાંચ વખતની વિશ્વ વિજેતા મેરીકોમે આ વર્ષે ઑગસ્ટમાં યોજાનાર એશિયાઈ ગેમ્સમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે ભારતીય મુક્કેબાજ મહાસંઘે આપેલી માહિતી અનુસાર એશિયાઈ ગેમ્સની ટીમોની જાહેરાત કરી છે જેમાં મેરીકોમના નામને પાછું ખેંચી લેવાનું કારણ પણ જણાવ્યું હતું. મેરીકોમની જગ્યા પર મણિપુરની સરજુ બાલા દેવી એશિયાઈ ગેમ્સમાં 51 કિલો વર્ગમાં ભારતનું પ્રતિનિત્વ કરશે. મેરીકોમનું લક્ષ્ય 48 કિલો વર્ગમા નવેમ્બરમાં યોજાનાર વિશ્વ ચેમ્પિયનશિપ જીતવાનું છું અને તેથી તે એશિયાઈ ગેમ્સમાંથી પોતાનું નામ પાછું લેવા માંગે છે. જયારે એશિયાઈ ગેમ્સમાં 48 કિલોગ્રામ ભારવર્ગ નથી. મેરીકોમે વધુમાં મહાસંઘને જણાવ્યું કે એશિયાઈ ગેમ્સમાં આ પહેલા 51કિલોગ્રામ ભારવર્ગમાં ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ જીતી ચુકી છે. હવે હું આવનાર યુવા ખેલાડીઓને આ તક આપવા માંગુ છું.

(4:57 pm IST)