Gujarati News

Gujarati News

News of Saturday, 30th June 2018

ઉમેશ યાદવના નામે નોંધાયો ટી-20નો અનોખો રેકોર્ડ

નવી દિલ્હી: ભારત અને આયર્લેન્ડ વચ્ચે રમાયેલ બે મેચોની ટી-20 સિરીઝમાં શુક્રવારે ડબ્લિનમાં બીજા મુકાબલામાં ટીમ ઇન્ડિયાના ઝડપી બોલર ઉમેશ યાદવના નામે એક ટી-20નો અનોખો રેકોર્ડ નોંધાયો છે. ઉમેશ યાદવ ભારતીય ટીમ તરફથી સૌથી વધુ વખત ટી-20 મેચમાં બહાર બેસનાર પહેલો ખેલાડી બન્યો છે. બીજા ટી-20 મેચમાં આયર્લેન્ડે ટોસ જીતીને ભારતને પહેલી બેટિંગ કરવાનું કહ્યું હતું, બે મેચોની ટી-20 મેચોમાં ભારતીય ઝડપીbolr ઉમેશ યાદવ ભારત તરફથી સૌથી વધુ વખત ટી-20 મેચ ન રમનાર પહેલો ખેલાડી બન્યો છે. ઉમેશ યાદવ (2012-2018) વચ્ચે રમાયેલ અત્યાર સુધી 65 ટી-20 મેચોમાં બહાર બેઠો હતો અને ત્યાર પછી બીજા નંબર પર દિનેશ કાર્તિકનું નામ આવે છે જેને 56 ટી-20 મેચોમાં બહાર બેસવું પડ્યું હતું.

(4:56 pm IST)