Gujarati News

Gujarati News

News of Saturday, 30th May 2020

'હું એટલું સેકસ કરતો કે જીમમાં જવાની તાકત ન રહેતી': બોકસર માઇક ટાયસન

તે નિયમિત પણે અલગ અલગ સ્ત્રીઓ સાથે સેકસ કરતો હતો અને જયારે તે બળાત્કારનાં આરોપ હેઠળ જેલમાં ધકેલાઇ ગયો હતો ત્યારે પણ તે બહુ જ સ્ત્રીઓ સાથે સંબંધ બાંધતો હતો

લંડન, તા.૩૦: પૂર્વ હેવી વેઇટ બોકિસંગ ચેમ્પિયન માઇક ટાયસને જાણીતા ટેબ્લોઇડ ધી સનને આપેલા એક ઇન્ટરવ્યુમાં ચોંકાવનારી કબુલાત કરી છે. તેણે કહ્યું છે કે તેના ફાઇટર અને ચેમ્પિયન તરીકેના પતનની પાછળ તેનો લફરાળો સ્વભાવ જ કારણભૂત છે.

બ્રિટીશ ટેબ્લોઇડના રિપોર્ટ અનુસાર ૫૩ વર્ષનાં માઇક ટાયસને ૨૦૦૫માં બોકિસંગમાંથી નિવૃત્તિ લીધી હતી અને તે પહેલાં બે વર્ષ અગાઉ તેણે નાદારી જાહેર કરી હતી. વર્ષે ૩૦૦ મિલિયન ડોલર્સ કમાતો હોવા છતાં, એટલે કે અંદાજે તેની કારકિર્દી દરમિયાનની કમાણી ૨૨૭૨ કરોડ હતી. તેણે પોતાની આત્મકથામાં લખ્યું છે કે તે નિયમિત પણે અલગ અલગ સ્ત્રીઓ સાથે સેકસ કરતો હતો અને જયારે તે બળાત્કારનાં આરોપ હેઠળ જેલમાં ધકેલાઇ ગયો હતો ત્યારે પણ તે બહુ જ સ્ત્રીઓ સાથે સંબંધ બાંધતો હતો. તેણે ટાંકયું છે કે, 'હું એટલી સ્ત્રીઓ સાથે સેકસ કરતો કે હું તો જીમમાં જઇને કસરત પણ ન કરી શકતો. હું બસ આખો દિવસ જેલની મારી કોટડીમાં બેસી રહેતો.'

હોટબોકિસંન નામના પોતાના પોડકાસ્ટ પર તે કહે છે કે, 'મને તો ખબર પણ નહોતી કે હું આટલો સિક હતો. મેં તો છોકરીઓ માટે મોંઘીદાટ કાર્સ પણ ખરીદી છે. હું ખાવા પીવાને મામલે પણ સાવ બેકાબૂ હતો.' તેણે પોતાની સેકસુઅલ એકિટવિટી ઉપરાંત આવી આદતોની વાત પણ કરી હતી.

(11:25 am IST)
  • ૧૮ દિવસમાં ૮૦ પ્રવાસીઓનું ટ્રેનમાં થયુ મોત : કુલ ૩૮૪૦ ટ્રેનો દેશભરમાં ચાલી છેઃ પ૦ લાખ પ્રવાસીઓને ઘરે પહોંચાડયા access_time 3:35 pm IST

  • પંજાબ, મધ્ય પ્રદેશ અને પશ્ચિમ બંગાળે 15 જૂન સુધી તેમના રાજ્યોમાં lockdown વધારી દીધેલ છે access_time 11:29 pm IST

  • રાત્રે આણંદના તારાપુર પંથકમાં કમોસમી વરસાદ:વરસાદ આવતા ગરમીથી લોકોને રાહત access_time 10:21 pm IST