Gujarati News

Gujarati News

News of Thursday, 30th May 2019

સ્ટાર કુટબોલર નેમારને બ્રાઝિલની ટીમનાં કેપ્ટનપદેથી બરતરફ કરાયો

ડાની એલવેસ નવો કેપ્ટન : નેમારે દર્શકો સાથે દુર્વ્યવહાર કર્યો'તો : ૩ મેચમાં સસ્પેન્ડ કરાયો હતો

બ્રાઝિલ : સ્ટાર ફુટબોલર નેમાર જુનિયરને બ્રાઝિલની ટીમના કેપ્ટનપદેથી બરતરફ કરવામાં આવ્યો છે અને તેની જગ્યાએ ડાની એલવેસને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. કન્ટ્રી ફુટબોલ ફેડરેશને આની જાહેરાત કરી હતી.

તેમણે સ્ટેટમેન્ટ આપતાં કહ્યું, આ નિર્ણયની જાણકારી કોચ ટિટે નેમારને આપી છે. મારે આ મહિનાની શરૂઆતમાં ફ્રેન્ચ કપ ફાઇનલમાં રેનેસ વિરુદ્ઘ પેરિસ સેન્ટ જર્મનની હાર પછી દર્શકો સાથે દુર્વ્યવહાર કર્યો હતો એ બદલ તેના પર ૩ મેચનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

(3:54 pm IST)