Gujarati News

Gujarati News

News of Thursday, 30th May 2019

ન્યુઝીલેન્ડના આક્રમક બેટ્સમેન કહે છે...

વર્લ્ડ કપ જીતવા અમે કોઈ કસર બાકી નહીં રાખીએ : ગપ્ટિલ

નવી દિલ્હી : છેલ્લા વર્લ્ડ કપમાં પરીઓની કથા સમાનનો અંત લાવવામાં ન્યુઝીલેન્ડ નિષ્ફળ રહ્યું હતું, પણ આ વખતે ટ્રોફી જીતવા તે પોતાના પ્રયાસમાં કોઈ કચાસ રાખશે નહીં એમ આક્રમક ઓપનિંગ બેટ્સમેન માર્ટિન ગપ્ટિલે કહ્યું હતું.

વર્લ્ડ કપ જીતવા આ વખતે અમે ફેવરિટ છીએ, પણ અત્યારે અમારી ટીમ ઘણી સારી છે અને આગામી સ્પર્ધા પડકારરૂપ હોવા છતાં અમે ટ્રોફી જીતવાના શ્રેષ્ઠ પ્રયાસ કરીશું એમ ગપ્ટિલે કહ્યું હતું.

(3:53 pm IST)