Gujarati News

Gujarati News

News of Thursday, 30th May 2019

ધાર્યુ નહોતુ કે ૧૯૮૩નો વર્લ્ડકપ જીતીશુ : શ્રીકાંત

લંડન : ભૂતપૂર્વ કેપ્ટન  ક્રિષ્નામચારી શ્રીકાંતે કહ્યું હતું કે ભારતીય ટીમે ૧૯૮૩નો વર્લ્ડ કપ જીતવાનું કયારેય વિચાર્યું ન હતું. ૧૯૮૩ની વર્લ્ડ કપ વિજયી ભારતની ટીમના મુખ્ય મેમ્બર શ્રીકાંતે કહ્યું હતું કે ટીમના કેપ્ટન કપિલ દેવની આ બાબતમાં પોતાની માન્યતાએ પણ બીજા ખેલાડીઓને પ્રેરણા આપી હતી અને ભારતના ઐતિહાસિક વિજયનું તે એક કારણ હતું.

ભારતે ૧૯૮૩ની ૨૫ જૂને અપરાજિત ગણાતી વેસ્ટ ઇન્ડીઝની ટીમને લોસ ખાતેની ફાઇનલ મેચમાં હરાવી પોતાનો પ્રથમ વર્લ્ડ કપ ૧૯૮૩માં જીત્યો હતો. ૧૯૮૩માં અમે જયારે વર્લ્ડ કપમાં રમવા રવાના થયા હતા ત્યારે અમારા કોઈ ખેલાડીને આશા ન હતી કે ભારત વર્લ્ડ ચેમ્પિયન બનશે એમ શ્રીકાંતને દર્શાવી આઇસીસીનાં પ્રસાર માધ્યમોએ કહ્યું હતું.

શ્રીકાંતે વધુમાં કહ્યું, ૧૯૮૩ પહેલાંના બે વર્લ્ડ કપમાં ભારતે ફકત ઇસ્ટ આફ્રિકાની ટીમને હરાવી હતી અને અમે શ્રીલંકા વિરૂદ્ઘ પણ હારી ગયા હતા કે જે ત્યારે ટેસ્ટ-ક્રિકેટ રમતું રાષ્ટ્ર ન હતું અને આ કારણે જ કોઈએ ભારતની વર્લ્ડ કપ જીતવાની આશા કરી ન હતી.

(3:52 pm IST)