Gujarati News

Gujarati News

News of Wednesday, 30th May 2018

મેસીએ સ્પેનની ટીમ વિશે કહી આ વાત...

નવી દિલ્હી: ફીફા વર્લ્ડકપને લઈને નિવેદનબાજીનો તબક્કો શરુ થઈ ચુક્યો છે અને હવે આ કડીમાં અરર્જેન્ટીનાના કેપ્ટન લિયોનેલ મેસ્સીએ પણ પોતાના દેશના પ્રશંસકોને જણાવ્યુ છે કે, આપણે વર્લ્ડકપના દેવાદાર તો નથી અને ન તો આપણે સૌથી મજબુત દાવેદાર તો આપણા પર કોઈ વધુ દબાણ નહીં હોય. આ ઉપરાંત પોતાના ઈન્ટરવ્યુ દરમિયાન મેસ્સીએ જણાવ્યુ કે, તે સ્પેન માટે કેમ નથી રમવા માંગતો અને બાર્સિલોના જ કેમ તેની હંમેશા ફેવરીટ ટીમ રહેશે. 
મેસ્સીએ વર્લ્ડકપ આવતા પહેલા સ્પષ્ટ કર્યુ કે અમારા પ્રશંસકોને એ ખબર હોવી જોઈએ કે અમે દુનિયાની મજબુત ટીમ તો નથી પરંતુ તેમ છતા અમારી ટીમ સારુ કરી રહી છે અને અમે જીતી પણ શકીએ છીએ. મેસ્સીએ જણાવ્યુ કે, મને મારી ટીમ પર વિશ્વાસ છે કે તે આ વખતે સારુ પ્રદર્શન કરશે. તેણે કેટલીક ટીમો તરફ ઈશારો કરતા જણાવ્યંુ કે, કેટલીક ટીમો અમારા કરતા સારી જરુર છે, જેમ કે બ્રાઝિલ, સ્પેન અને જર્મની. લિયોનેલ મેસ્સી બાર્સિલોના ટીમ તરફથી કેટલીક વખત ચેમ્પિયન્સ લીગ અને ક્લબો માટે વર્લ્ડકપ જીતી ચુક્યો છે. મેસ્સીએ જણાવ્યુ કે, તે ૧૩ વર્ષની ઉંમરમાં બાર્સિલોના સાથે જોડાયેલ હતો. મને ક્યારેય નથી લાગ્યુ કે હું સ્પેન તરફથી રમુ. મેસ્સીએ જણાવ્યુ કે, રશિયામાં રમાનાર વિશ્વ કપમાં અમારુ ગ્રુપ ખૂબ મુશ્કેલ છે પરંતુ અમારી ટીમ મજબુત છે. 

(5:05 pm IST)