Gujarati News

Gujarati News

News of Wednesday, 30th May 2018

નડાલ અને શારાપોવા બીજા રાઉન્ડમાં : ઉથલપાથલ જારી

શારાપોવાની ભારે મહેનત બાદ જીત થઇ : શરૂઆતી રાઉન્ડમાં અનેક સ્ટાર ખેલાડી બહાર થઇ ગયા

પેરિસ,તા. ૩૦ : પેરિસમાં રોલેન્ડ ગેરોસ ખાતે રમાઇ રહેલી વર્ષની પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ફ્રેન્ચ ઓપન ટેનિસ ચેમ્પિયનશીપમાં ભારે ઉથલપાથલનો દોર જારી રહ્યો છે. ક્લે કોર્ટના કિંગ અને વર્તમાન ચેમ્પિયન રાફેલ નડાલે શાનદાર જીત મેળવી બીજા રાઉન્ડમાં કુચ કરી છે. બીજી બાજુ મહિલા વર્ગમાં લાંબા સમય બાદ વાપસી કરી રહેલી સેરેના વિલિયમ બીજા   રાઉન્ડમાં પ્રવેશી ગઇ છે. વર્લ્ડ નંબર વન ખેલાડી નડાલે પ્રથમ રાઉન્ડની મેચમાં ઇટાલીના સિમોને બોલેલી પર બે દિવસમાં ૬-૪, ૬-૩,૭-૬થી જીત મેળવી હતી. ત્રીજા ક્રમાકિંત ક્રોએશિયાના મારિન સિલિચે પોતાની પ્રથમ રાઉન્ડની મેચમાં ઓસ્ટ્રેલિયાના જેમ્સ ડકવર્થ પર ૬-૩, ૭-૫, ૭-૬તી જીત મેળવી હતી. બે કલાક અને ૧૩ મિનિટ સુધી મેચ ચાલી હતી. મહિલા વર્ગમાં રશિયન સ્ટાર શારાપોવાએ પણ સંઘર્ષ બાદ જીત મેળવી હતી. તમામની નજર રાફેલ નડાલ અને ઘણા સમય પછી ટેનિસ સર્કિટમાં પરત ફરેલી સરેના વિલિયમ્સ ઉપર કેન્દ્રિત થઇ ગઇ છે. ૧૦ વખત ફ્રેન્ચ ઓપન ચેમ્પિયન બની ચુકેલા રાફેલ નડાલને ક્લેકોર્ટના કિંગ તરીકે ગણવામાં આવે છે. નોવાક જોકોવિક પણ આ વખતે ફોર્મ મેળવી રહ્યો છે. મહિલા વર્ગમાં સીમોના હેલેપ પ્રથમ વખત મોટી ગ્રાન્ડસ્લેમ જીતવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરી રહી છે. ગયા વર્ષે પુરુષોના વર્ગમાં રાફેલ નડાલ અને મહિલાઓના વર્ગમાં જેલેના ઓસ્તાપેન્કો વિજેતા બની હતી. આ વખતે ઇનામી રકમ ૩૯૧૯૭૦૦૦ રાખવામાં આવી છે. વર્ષ ૨૦૧૨ અને ૨૦૧૪માં ચેમ્પિયન બનેલી મારીયા શારાપોવા વર્ષ ૨૦૧૬માં ફ્રેન્ચ ઓપન ટેનિસમાં રમી ન હતી પરંતુ ૨૦૧૭માં રમી હતી અને આ વખતે પણ તે આશાવાદી દેખાઈ રહી છે. આ ઉપરાંત યુવા આશાસ્પદ ખેલાડી સીમોના હેલેપ પણ મેદાનમાં ઉતરનાર છે અને તેની પાસેથી સારા દેખાવની અપેક્ષા કરવામાં આવી રહી છે. સીમોના ૨૦૧૪માં પેરિસમાં રનર્સઅપ રહી હતી. આ વખતે સેરેના વિલિયમ્સ લાંબા સમય બાદ મેદાનમાં પરત ફરી છે. નડાલ સામે જે ખેલાડીઓ પડકાર ફેંકી શકે છે તેમાં ડોમેનિક થીમ, જર્મન સ્ટાર ઝ્વેરેવનો સમાવેશ થાય છે. પૂર્વ વિજેતા જોકોવિક પણ મેદાનમાં છે જે આ વખતે ૨૨માં ક્રમાંકિત ખેલાડી તરીકે છે. ડ્રો ખુબ જ રોમાંચક રહ્યા બાદ ઉત્સુકતા વધી ગઈ છે. બે વખતની વિજેતા અને ગ્લેમર ગર્લ શારાપોવા, અજારેન્કા પણ આશાવાદી દેખાઈ રહી છે. ફ્રેન્ચ ઓપન ટેનિસ ચેમ્પિયનશીપમાં તમામ સ્ટાર ખેલાડી હાલમાં મેદાનમાં છે. સ્પેનની મુગુરુઝાએ ગઇકાલે તેના પ્રથમ રાઉન્ડની મેચ સરળતાથી જીતી લીધી હતી. ૩૬ વર્ષીય સેરેના વિલિયમ પાસેથી આ વખતે પણ જોરદાર દેખાવની અપેક્ષા રાખવામાં આવી રહી છે. સેરેના મહાન ખેલાડી પૈકીની એક તરીકે છે.

(4:27 pm IST)
  • બેલ્જીયમમાં શંકાસ્પદ આતંકવાદી હુમલામાં બે પોલીસકર્મી સહીત ત્રણના મોત :બંદૂકધારીએ એક વ્યક્તિની હત્યા પહેલા બે પોલીસકર્મીને ગોળી મારી દીધી :સ્કૂલમાં તેને એક વ્યક્તિને બંધક પણ બનાવી ;પોલીસે હુમલાખોરને ઠાર કર્યો :આ ઘટના પૂર્વી ઔદ્યોગિક શહેર લીઝમાં બની હતી access_time 1:17 am IST

  • સુરત બીટકોઈન કૌભાંડ મામલો : શૈલેષ ભટ્ટના ભાણેજ, નિકુંજ ભટ્ટ પાસેથી CID ક્રાઇમે 55 લાખ ની કિંમતના વધુ 11 બીટકોઈન રિકવર કર્યા. અત્યાર સુધી સીઆઇડી ક્રાઇમે 160થી વધુ બિટકોઇન રિકવર કર્યા છે, જેની અંદાજી કુલ કિંમત રૂ. 9 કરોડ અંકાય છે. access_time 5:37 am IST

  • નેપાળના પ્રધાનમંત્રીનું મંત્રીઓને ફરમાન :છ મહિનામાં લેપટોપ શીખો નહીંતર બરખાસ્ત કરાશે : પીએમ કેપી ઓલીએ પોતાની સરકારના મંત્રીઓને આદેશ કર્યો કે દરેકે ફરજીયાત લેપટોપ શીખવું પડશે access_time 1:37 am IST