Gujarati News

Gujarati News

News of Tuesday, 30th April 2019

જયોતિષકાર ગ્રીન સ્ટોન લોબોની ભવિષ્યવાણી; ભારત વર્લ્ડકપ નહિં જીતે

મુંબઇ,તા.૩૦ : ઇંગ્લેન્ડની ધરતી પર યોજાનારા વર્લ્ડકપમાં વિરાટની કેપ્ટનશીપવાળી ટીમ ઇન્ડિયાને વર્લ્ડકપ વિજેતાનો પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. ટીમ ઇન્ડિયાના ચાહકો પણ વિરાટની કેપ્ટનશીપમાં ટીમ ઇન્ડિયા ત્રીજી વખત વનડે વર્લ્ડકપ જીતે એ જોવા માટે આતુર છે. વર્લ્ડકપ માટે ટીમની જાહેરાત થઇ ચૂકી છે અને આ વખતે એકદમ બેલેન્સડ ટીમની પસંદગી કરવામાં આવી છે. ટીમમાં એકથી એક બેસ્ટ બોલર અને બેટ્સમેન છે. આ સિવાય ધોની હોવાને કારણે ટીમ મજબૂત લાગી રહી છે. પણ ગ્રીન સ્ટોન લોબોએ ભવિષ્યવાણી કરી છે કે, આ વર્લ્ડકપમાંથી ટીમ ઇન્ડિયાને નિરાશા સાંપડશે. વિરાટની કેપ્ટનશિપમાં વર્લ્ડકપનું સપનુ અધુરુ રહી જશે.

વર્ષ ૨૦૧૧ અને ૨૦૧૬ના વર્લ્ડકપ માટે પણ લોબોએ ભવિષ્યવાણી કરી હતી. જ્યોતિષશાસ્ત્ર અનુસાર, વિરાટના જન્મનુ વર્ષ વર્લ્ડકપના ખિતાબ વચ્ચે આવી રહ્યુ છે. આ સિવાય જો ધોની આ ટીમમાં ન હોત તો ટીમ ઇન્ડિયા ત્રીજી વખત વનડે વર્લ્ડકપનો ખિતાબ જીતી શકે એમ હતી. લોબોના જણાવ્યા અનુસાર, આ વર્ષે ટીમ ઇન્ડિયાનો કોઇ વર્લ્ડકપ જીતશે નહી. વિરાટ કોહલીનો જન્મ ૧૯૮૬ અથવા ૧૯૮૭માં હોત તો સારું હતું પણ તેનો જન્મ ૧૯૮૮માં થયો છે. આ સિવાય જો ધોની આ ટીમમાં ન હોત તો ટીમ વર્લ્ડકપ જીતી શકે એમ હતી. ધોનીના નસીબે હંમેશા તેમનો સાથ આપ્યો છે પણ હવે તેમનો સમય નથી.

મે વિરાટ કોહલીના કોચ રાજકુમારને ફોન કર્યો હતો અને કહ્યું હતુ કે, જો વિરાટનો જન્મ ૧૯૮૮ તો મને લાગે છે તે વર્લ્ડકપ જીતી નહી શકે. તેણે કહ્યું કે, શું વર્લ્ડકપ જીતવા માટે કેપ્ટનને બદલી નાંખવો જોઇએ. લોબોએ કહ્યુ કે, ટીમના કોચ રવિશસ્ત્રીના યોગ પણ વિશ્વકપ જીતાડી શકે એમ નથી. જોકે, રવિના ગ્રહ સારા છે. પણ ટીમ વર્લ્ડકપ જીતી શકે એમ પણ નથી કારણ કે તેમનો સમય વીતી ચૂક્યો છે. હવે તેમના યોગમાં કંઇ બચ્યુ નથી.

પાકિસ્તાન સામેની મેચમાં ભારત પોતાની વિજયકુચ યથાવત રાખશે. ભારત જ નહી પણ પાકિસ્તાન પણ વર્લ્ડકપ જીતે તેવી શક્યતાઓ ઓછી છે. ૧૬ જૂનના ટીમ ઇન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે મેચ યોજાશે. જોકે હાલમાં ૈંઁન્માં સીરિઝ ચાલી રહી છે. લોબોએ કહ્યું હતું યોગ પ્રમાણે ભારતીય ટીમ આ વખતે વર્લ્ડકપ જીતી શકે એમ નથી.

(3:32 pm IST)