Gujarati News

Gujarati News

News of Tuesday, 30th March 2021

IPL માં હવે દરેક ટીમે ૯૦ મીનીટની અંદર જ ૨૦ ઓવર પુરી કરવી પડશે

અગાઉ ૯૦મી મીનીટે ૨૦ મી ઓવર શરૂ કરવાનો નિયમ હતો

નવી દિલ્હીઃ સમયનો વપરાશ અટકાવવા માટે બીસીસીઆઈએ આઈપીએલમાં એક નવો નિયમ લાગુ કર્યો છે. આઈપીએલમાં હવે દરેક ટીમે ૯૦ મિનિટની અંદર ૨૦ ઓવર પૂરી કરવી પડશે. પહેલા ૯૦ મી મિનિટમાં વીસમી ઓવર શરૂ કરવાનો નિયમ હતો, પરંતુ હવે આ સમય સુધીમાં આખી ઓવર પૂર્ણ કરવાનો નિયમ બનાવવામાં આવ્યો છે. આઈપીએલમાં સોફ્ટ સિગ્નલ નિયમ પણ દૂર કરવામાં આવ્યો છે.

 બીસીસીઆઈએ આઈપીએલ ફ્રેન્ચાઇઝીને મોકલેલા એક ઇમેઇલમાં કહ્યું છે કે, મેચનાં સમયને નિયંત્રિત કરવાના પગલા તરીકે, દરેક ઇનિંગ્સમાં ૨૦ મી ઓવર હવે ૯૦ મિનિટમાં સમાવિષ્ટ કરવામાં આવી છે, આ પહેલા ૨૦ મી ઓવર ૯૦ મી મિનિટ પર અથવા તે પહેલા શરૂ થવાની હતી. આમાં, હવે દરેક ઓવર માટે ૪ મિનિટ અને ૧૫ સેકંડનો સમય આપવામાં આવ્યો છે. જેનો અર્થ એ થયો કે ઇનિંગ્સની ૨૦ ઓવર ૯૦ મિનિટમાં પૂર્ણ થવી જોઈએ. તેમાં ૮૫ મિનિટનો રમતનો સમય અને ૫ મિનિટનો સમય ટાઇમ આઉટ માટે રાખવામાં આવ્યો છે.

(4:11 pm IST)