Gujarati News

Gujarati News

News of Tuesday, 30th March 2021

રોહીત-ધવનની જોડીએ હેડન-ગિલ્ક્રીસ્ટને પાછળ ધકેલી દીધાઃ ૫ હજાર રનની પાર્ટનરશીપ

સચિન-સૌરવની જોડીને ૮૨૨૭ રનની પાર્ટનરશીપ

નવી દિલ્હીઃ શિખર ધવન અને રોહિત શર્માની ઓપનીગ જોડીએ એક ખાસ ઉપલબ્ધિ હાસલ કરી છે. ઇંગ્લેન્ડ વિરુધ્ધ ત્રીજી વન-ડેમાં રોહિત અને ધવને પહેલી વિકેટ માટે ૧૦૩ રનની પાર્ટનરશિપ કરી. વન-ડેમાં ઓપનર તરીકે આ બંનેની આ ૧૭મી શતકની પાર્ટનરશિપ છે. રોહિત-ધવને આ મામલે હેડન-ગિલક્રિસ્ટની ઓસ્ટ્રેલિયાયી જોડીને પાછળ છોડી દીધી છે.

રોહિત-ધવનની જોડીના નામે ૧૧૦ વખત પાર્ટનરશીપ થઇ છે અને ૪૯૭૮ રન થઇ ચૂક્યા છે. આ દરમ્યાન બંનેએ ૧૫ સદી અને ૧૭  ફિફટીની પાર્ટનરશિપ કરી છે. મૈથ્યુ હેડન અને એડમ ગિલક્રિસ્ટની જોડીએ ૧૧૪ વખતની પાર્ટનરશીપમાં ૪૮.૩૯ની એવરેજથી ૫૩૭૨ રન કર્યા હતા. આ દરમ્યાન હેડન-ગિલક્રિસ્ટે ૧૬ સદી અને ૨૯ અર્ધશતકની પાર્ટનરશીપ કરી છે. સૌરવ ગાંગુલી અને સચિન તેંડુલકરની સલામી જોડીએ વન-ડેમાં સૌથી વધારે શતકીય પાર્ટનરશીપ કરી છે. તેંડુલકર-ગાંગુલીની જોડીએ ૧૩૬ વખત પાર્ટનરશીપ કરીને ૪૯.૩૨ની એવરેજથી ૬૬૦૯ રન બનાવ્યા છે. આ દરમ્યાન ૨૧ શતકીય અને ૨૩ અર્ધશતકીય પાર્ટનરશીપ કરી છે.

રોહિત શર્મા અને શિખર ધવનની જોડીએ ઓવરઓલ વન-ડે ક્રિકેટમાં  પ હજાર રન પૂર્ણ કરી લીધા છે. આ ઉપલબ્ધિ હાસિલ કરવાવાળી આ સાતમી જોડી છે. બંનેએ હવે ૧૧૨વખતની પાર્ટનરશીપમાં ૪૫.૨૫ની એવરેજથી ૫,૦૨૩રન બનાવ્યા છે.

વન-ડે  ૫ાંચ હજાર રનની પાર્ટનરશીપ

૮૨૨૭ સચિન તેંડુલકર -સૌરવ ગાંગુલી, ૫૯૯૨ કુમાર સંગકારા- મહેલા જયવર્ધને, ૫૪૭૫ તિલકરત્ને દિલશાન-કુમાર સંગકારા, ૫૪૬૨ સનથ જયસૂર્યા- મર્વન અટ્ટાપટુ,૫૪૦૯ એડમ ગિલક્રિસ્ટ – મૈથ્યુ હેડન, ૫૨૦૬ ગ્રૉડન ગ્રીનીઝ – ડેસમંડ હેન્સ, ૫૦૨૩ રોહિત શર્મા – શિખર ધવન

(3:13 pm IST)