Gujarati News

Gujarati News

News of Saturday, 30th January 2021

૮૭ વર્ષમાં પ્રથમ વખત રણજી ટ્રોફી રમાડવામાં નહિ આવેઃ વિજય હજારે ટ્રોફી રમાશે

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ પુષ્ટિ કરી દીધી છે કે 87 વર્ષમાં પ્રથમવાર મુખ્ય ઘરેલૂ ટૂર્નામેન્ટ રણજી ટ્રોફીનું આયોજન કરવામાં આવશે. બીસીસીઆઈએ કહ્યુ કે, વિજય હઝારે ટ્રોફી રમાશે કારણ કે પ્રદેશ એસોસિએશન તેનું આયોજન ઈચ્છે છે.

બીસીસીઆઈ પ્રથમવાર અન્ડર-19 રાષ્ટ્રીય વનડે ટૂર્નામેન્ટ વીનૂ માંકડ ટ્રોફી અને મહિલા રાષ્ટ્રીય વનડે ટૂર્નામેન્ટનું પણ આયોજન કરશે. બોર્ડ સચિવ જય શાહએ પ્રદેશ એસોસિએશનને લખેલા પત્રમાં આ જાણકારી આપી છે.

બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને સચિવ જય શાહ રણજી ટ્રોફીનું આયોજન કરાવવા ઈચ્છતા હતા કારણ કે તેમાં ખેલાડીઓને વધુ મેચ ફી (પ્રતિ મેચ આશરે દોઢ લાખ રૂપિયા) મળે છે, પરંતુ કોરોના મહામારી વચ્ચે બે તબક્કામાં તેના આયોજન માટે બે મહિનાનું બાયો બબલ સંભવ નથી.

શાહે પત્રમાં લખ્યુ, 'મને તે જણાવતા અપાર ખુશી થઈ રહી છે કે આપણે સીનિયર મહિલા વનડે ટૂર્નામેન્ટ, વિજય હઝારે ટ્રોફી અને અન્ડર 19 વીનૂ માંકડ ટ્રોફીનું આયોજન કરી રહ્યા છીએ. ઘરેલૂ સત્ર 2020/21ને લઈને તમારો ફીડબેક મળ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો.'

જય શાહે તે પણ જણાવ્યુ કે, કોરોના કાળમા ઘરેલૂ કેલેન્ડર તૈયાર કરવુ કેટલું મુશ્કેલ હતું. તેમણે કહ્યું, આપણે પહેલા ઘણો સમય ગુમાવી ચુક્યા છીએ અને સુરક્ષાત્મક ઉપાયોને ધ્યાનમાં રાખી ક્રિકેટ કેલેન્ડર તૈયાર કરવું ખુબ મુશ્કેલ હતું.

બીસીસીઆઈએ પોતાની એજીએમમાં નક્કી કર્યુ હતું કે, સત્ર નાનુ થવા પર ખેલાડીઓને વળતર આપવામાં આવશે. સમજી શકાય કે બોર્ડ આ દિશામાં કોઈ ઉપાય કરશે જેથી ઘરેલૂ ક્રિકેટરોની આર્થિક સ્થિતિ પર અસર ન પડે. શાહે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીના આયોજન માટે પ્રદેશ એસોસિએશનનો આભાર માન્યો છે.

(3:43 pm IST)