Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

આ મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું કાયમ વહ્યા કરે તો કેવું સારૂ

અન્ડર-૧૯ વર્લ્ડકપમાં આજે કટ્ટર હરિફો ભારત - પાકિસ્તાન એક-બીજા સાથે સેમીફાઈનલમાં ટકરાયા હતા. ભારતે ૨૦૩ રને વિજય મેળવી ફાઈનલમાં પ્રવેશ પણ કરી લીધો છે પણ મેચમાં બે અનોખી ઘટના બની જેથી સૌ કોઈ આફરીન પોકારી ગયા હતા. ભારતની ઈનીંગ દરમિયાન સદી ફટકારનાર શુભમના બુટ લેસ ખુલી જતા પાકિસ્તાની ફિલ્ડરે લેસ બાંધી આપી હતી. તેવી જ રીતે પાકિસ્તાનની બેટીંગ દરમિયાન ભારતીય ફિલ્ડરે પણ બેટ્સમેનના બુટની લેસ બાંધતા મૈત્રીભર્યા દૃશ્યો ગ્રાઉન્ડ  ઉપર સર્જાયા હતા.

(12:42 pm IST)