Gujarati News

Gujarati News

News of Friday, 29th December 2017

સાઉદી અરેબિયાના રીયાધમાં યોજાએલી વર્લ્ડ રેપીડ ચેસ ચેમ્પિયનશિપ ટાઈટલ 48 વર્ષની ઉંમરે વિશ્વનાથન આનંદ બીજીવાર જીત્યા

રિયાધ : ભારતના પૂર્વ વિશ્વ ક્રમાંક-1 ચેસ ખેલાડી વિશ્વનાથન આનંદ, સાઉદી અરેબિયાના રીયાધ ખાતે યોજાએલી વર્લ્ડ રેપીડ ચેસ ચેમ્પિયનશિપ જીતી ગયા છે. 48 વર્ષના આનંદે ફાઇનલ મુકાબલામાં રશિયન ખેલાડી વાલ્દિમીર ફેડોસીવને હરાવીને આ ટાઈટલ ફરીથી એકવાર મેળવી લીધુ છે. આ પહેલાં 2003 માં આ ટાઈટલ જીતી ચુકેલા આનંદ, આ ટૂરનામેંટના 15 મેચો માંથી 6 વિજય અને 9 ડ્રો સાથે અપરાજ્ય રહ્યા હતા.

(4:56 pm IST)