Gujarati News

Gujarati News

News of Friday, 29th December 2017

હાર્દિક પંડ્યા જેવા ઓલરાઉન્ડ ફાસ્ટ બોલરોની હંમેશ ડિમાન્ડ હોઈ છે: રાહુલ દ્રવિડ

ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ કૅપ્ટન અને હાલમાં અન્ડર-૧૯ ટીમના કોચ રાહુલ દ્રવિડનું કહેવું છે કે આપણા દેશમાં ઑલરાઉન્ડર ફાસ્ટ બોલરો હંમેશાં ડિમાન્ડમાં રહેશે. હાર્દિક પંડ્યા આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે

 

અન્ડર-૧૯ ટીમ ન્યુ ઝીલૅન્ડમાં વર્લ્ડ કપ રમવા જઈ રહી છે એની પત્રકાર-પરિષદમાં હાર્દિક પંડ્યા વિશે બોલતાં રાહુલ દ્રાવિડે કહ્યું હતું કેતેણે ફટાફટ ભારતીય વન-ડે અને વ્૨૦ ટીમમાં પ્રવેશ મેળવી લીધો છે, કારણ કે તેણે ટીમને શું જોઈએ છે જાણી લીધું અને રીતે પોતાની જાતને ઢાળી દીધી. ભારતમાં સ્પિનરો છે પણ ઑલરાઉન્ડર હોય એવા કેટલા? ફાસ્ટ બોલર હોય અને તે સારો બૅટ્સમૅન હોય એવા કેટલા? આમ હાર્દિક પંડ્યાએ ટીમને ક્યારે શું જોઈએ જાણીને રીતની રમત દાખવી છે.’હાર્દિક પંડ્યાએ ૨૦૧૫માં  IPLમાં રમવાનું શરૂ કર્યું અને ૨૦૧૬માં તેને વ્૨૦માં લેવામાં આવ્યો. ત્યાર બાદ તરત તેણે વન-ડેમાં પણ ડેબ્યુ કર્યું અને ૨૦૧૭માં તેને ટેસ્ટ-ટીમમાં લઈ લેવામાં આવ્યો. વિશે બોલતાં રાહુલ દ્રવિડે કહ્યું કેહાર્દિક આજે જ્યાં પહોંચ્યો છે તે પોતાના બળે અને પોતાના પર્ફોર્મન્સને કારણે. આજે ટીમને એવા ફાસ્ટ બોલરોની જરૂર છે જે ઑલરાઉન્ડર પણ હોય. આવા ક્રિકેટરોની સંખ્યા આંગળીના વેઢે ગણાય એટલી છે.’

(4:31 pm IST)