Gujarati News

Gujarati News

News of Friday, 29th December 2017

વિદેશની જેમ ભારતમાં પણ ડબલ્સના ખેલાડીઓને પ્રોત્સાહન આપો

બેડમિન્ટન સ્ટાર પોન્નપાએ મૌન તોડ્યુ

નવી દિલ્હી : ભારતમાં બેડમિન્ટનની ડબલ્સ શ્રેણીની રમતના ખેલાડીઓ સાથે ઓરમાયુ વર્તન થવાના આક્ષેપમાં હવે અશ્વિની પોનપ્પાએ પણ મૌન તોડ્યુ છે : અશ્વિનીએ કહ્યુ હતું કે સિંગલના ખેલાડીઓને મળતુ પ્રોત્સાહન ડબલ્સના ખેલાડીઓને મળતુ પ્રોત્સાહન ડબલ્સના ખેલાડીઓને પણ મળવુ જોઈએ. ૨૦૧૧માં જવાલા ગટ્ટા સાથે વર્લ્ડ ચેમ્પિયનશીપમાં મહિલા ડબલ્સમાં બ્રોન્ઝ મેડલ મેળવનાર અશ્વિનીને કહ્યું હતું કે, વિદેશમાં ડબલ્સના ખેલાડીઓને પ્રોત્સાહિત કરવામાં આવે છે જયારે ભારતમાં ડબલ્સના ખેલાડીઓને નજર અંદાજ કરવામાં આવે છે : તેથી જ ભારતમાં યુવાનો ડબલ્સના બદલે સીંગલની શ્રેણીને પસંદ કરે છે.

(11:32 am IST)