Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

શેન વોર્નનો પુત્ર સાથે અકસ્માત ૩૦૦ કિલોની બાઇક ૧પ મીટર ઢસડાઇ

સિડની, તા.૨૯: ઓસ્ટ્રેલિયાના પૂર્વ લેગ સ્પિનર અને દિગ્ગજ ખેલાડી શેન વોર્નનો મોટરસાયકલ પર અકસ્માત થયો છે. પુત્ર જેકશન સાથે મેલબોર્નમાં જઈ રહેલા શેન વોર્નની ૩૦૦ કિલોગ્રામ વજન વાળી બાઇકનો અકસ્માત થતા મોટરસાયકલ ૩૦૦ ફૂટ સુધી ઘસડાઈ હતી.

સિડની ર્મોનિંગ હેરાલ્ડના સમાચાર મુજબ શેનવોર્ન પોતાના પુત્ર જેકસન સાથે બાઇક સવારી પર નીકળ્યો હતો. જ્યારે બાઇક સાથે તેનો અકસ્માત થયો તો મોટરસાયકલ ૧૫ મીટર સુધી ઘસેડાઈ હતી. વોર્ને જાતે જ આ અકસ્માતની જાણકારી આપી છે. જોકે, તેને કેવી ઈજા થઈ તેની કોઈ તસવીરો સામે આવી નથી.

શેનવોર્ન અકસ્માત બાદ જાતે જ હૉસ્પિટલ ગયો હતો. તેના ઘૂંટણમાં ઈજા પહોંચી હતી. વોર્નને પગમાં ફ્રેકચર થવાની બીક હતી જેના કારણે તેણે સારવાર લેવાનું નક્કી કર્યુ હતું. આગામી સમયમાં વોર્ન કોમેન્ટરી કરવા માટે એશિઝ સિરીઝમાં જવાનો છે.

(2:45 pm IST)