Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

વિઝા પૂર્ણ થયા પછી ભારતમાં રોકાયેલ બાંગ્લાદેશી ક્રિકેટર ભરવો પડ્યો દંડ

નવી દિલ્હી: ટેસ્ટ સિરીઝ માટે ભારતની મુલાકાતે આવેલા બાંગ્લાદેશના ક્રિકેટર સૈફ હસનને વિઝા અવધિ પૂરી થવા છતાં ભારતમાં રોકાવા બદલ 21,600 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. સૈફ ઘરે પરત ફરતા કોલકાતા એરપોર્ટ પર પકડાયો હતો અને દંડ કરવામાં આવ્યો હતો. હસને બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ સાથે બેકઅપ ઓપનર તરીકે ભારતની મુલાકાત લીધી હતી. ભારતની આયોજિત બે મેચની ટેસ્ટ સિરીઝમાં મુલાકાતી ટીમને 0-2થી હાર મળી હતી. શ્રેણીની બીજી મેચ બંને ટીમો માટે એતિહાસિક હતી, જે પ્રથમ વખત ડે-નાઇટ ફોર્મેટમાં ગુલાબી બોલથી રમવામાં આવી હતી.

(5:26 pm IST)