Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

એકમાત્ર ટેસ્ટ મેચના હીરો સાબિત થયેલ કોર્નવાલે કહ્યું " હું પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શનથી ખુશ છે"

નવી દિલ્હી: અફઘાનિસ્તાન સામે એકમાત્ર ટેસ્ટ મેચનો હીરો ગણાતા વેસ્ટ ઇન્ડીઝના -ફ સ્પિનર રહકિમ કોર્નવાલે કહ્યું કે તે તેના પ્રદર્શનથી ખૂબ જ ખુશ છે અને તેના માટે ભગવાનનો આભાર માન્યો.અફઘાનિસ્તાનની બેટિંગને પાટા પરથી ઉતારનાર અને ટીમની જીતમાં મુખ્ય ભૂમિકા નિભાવનારા મેન ઓફ ધ મેચ રહકીમ કાર્નવાલે કહ્યું કે, હું મારા પ્રદર્શનથી ખૂબ જ ખુશ છું. કારકિર્દીની બીજી ટેસ્ટમાં દસ વિકેટ લેવી આશ્વાસન આપે છે. હું આ માટે ભગવાનનો આભાર માનું છું. વેસ્ટ ઇન્ડીઝ તરફથી રમવું એ કોઈપણ યુવકનું સ્વપ્ન છે. ભારતમાં રમાયેલી સિરીઝ સારી રહી હતી. અહીંના પિચો કેરેબિયન ટાપુની પિચોને અનુરૂપ છે. આથી ટીમને ફાયદો થયો.

(5:25 pm IST)