Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

નંબર 44 થી ઓળખાતા હાથીને પુનર્વાસ કેન્દ્રમાં મોકલવા માંગ :વિરાટ કોહલીએ વન પર્યાવરણ પ્રધાનને લખ્યો પત્ર

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ગુરૂવારે પીપલ ફોર ધ એથિકલ ટ્રીટમેન્ટ ઑફ એનિમલ્સ (પેટા) તરફથી રાજસ્થાનના વન અને પર્યાવરણ પ્રધાનને પત્ર લખીને ‘નંબર 44’થી ઓળખાતા હાથીને પુનર્વાસ કેન્દ્રમાં મોકલવાની માંગ કરી છે.

અમેરિકન પર્યટકોના એક સમૂહએ ગયા વર્ષે જૂનમાં આમેર કિલ્લામાં આઠ લોકોએ ખૂબ જ હિંસક રીતે હાથીને મારતા જોયા હતાં અને આ હાથીનો ઉપયોગ હજી પણ સવારી કરવા માટે કરાઈ રહ્યો છે.

કોહલીના પત્ર બાદ પેટા ભારતે રાજસ્થાન વન વિભાગના મુખ્ય વનજીવ વાર્ડનને ફરિયાદ કરી, ત્યારબાદ નંબર 44ના સંરક્ષક વસીદ ખાનને કારણ બતાવો નોટીસ જાહેર કરી અને તેને અત્યાચાર માટે દોષી ઠેરવવામાં આવ્યો.

  નોટીસમાં કહેવામાં આવ્યું છે કે જયપુર ચિડિયાઘરના ક્ષેત્રીય વન અધિકારીની તપાસ અને અમેરિકાના સાક્ષીઓ દ્વારા લેવાયેલી તસ્વીરો પરથી સંકેત મળે છે કે હાથીની સાથે ક્રૂર વર્તન કરવામાં આવ્યુ છે, જે ઘણા વન્ય જીવ સંરક્ષણ કાયદાનું ઉલ્લંઘન છે. જયપુર પોલીસે પણ હાથીની સાથે ગેરવર્તન અને લોકોને સંકટમાં નાખવા માટે ભારતીય દંડ સહિતાની કલમ 429 અને 289 હેઠળ અજ્ઞાત વ્યક્તિઓ વિરુદ્ધ મામલો નોંધાવ્યો છે.

(11:07 pm IST)