Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

વિરાટ કોહલી-અનુષ્કા ઓસ્ટ્રેલિયામાં મનાવશે લગ્નની પ્રથમ વર્ષગાંઠ :વેડિંગ એનિવર્સરી માટે રજા લઇ લીધી

મુંબઈ :બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા પોતાના લગ્નની પ્રથમ વર્ષગાંઠ પતિ વિરાટ કોહલીની સાથે ઓસ્ટ્રેલિયામાં મનાવશે.

  અહેવાલ મુજબ, ફિલ્મ જીરોના પ્રમોશનમાં વ્યસ્ત અનુષ્કા શર્માએ થોડા દિવસ વેડિંગ એનિવર્સરીને લઈને રજા લીધી છે. આ દરમ્યાન અનુષ્કા થોડા દિવસ ઓસ્ટ્રેલિયામાં પોતાના પતિ વિરાટ કોહલીની સાથે સમય વિતાવશે શાહરૂખ ખાન,કેટરીના કૈફ અને અનુષ્કા શર્મા અભિનીત ફિલ્મ જીરો 21 ડિસેમ્બરે રિલીઝ થશે.

(8:54 pm IST)