Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

સૌથી વધુ કામની કરનાર ખેલાડી ધોનીને માત આપશે વિરાટ કોહલી

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટમાં કોહલીએ કેપ્ટન અને બેટ્સમેન તરીકે પ્રભુત્વસભર સ્થાન મેળવી લીધું છે. કોહલીએ તેના પર્ફોમન્સ અને કેપ્ટન્સી તેમજ આગવા અંદાજને કારણે યુવાનોમાં ખાસ્સી લોકપ્રિયતા મેળવી છે અને પોતાનો અલગ મુકામ બનાવી લીધો છે. ક્રિકેટ બાદ હવે કમાણીના મેદાનમાં પણ કોહલી ધોનીને પાછળ ધકેલીને નંબર વનનું સ્થાન લઈ લેવાની તૈયારીમાં છે.ધોની અત્યાર સુધી ભારતનો સૌથી વધુ કમાણી કરનારો સ્પોર્ટસપર્સન રહ્યો છે. તેણે ૨૦૧૫માં જુદી-જુદી બ્રાન્ડની જાહેરખબરો તેમજ અન્ય સ્રોતથી કુલ ૩.૧૦ કરોડ ડોલરની કમાણી કરી હતી. કોહલી હજુ તેના કમાણીના આંક સુધી પહોંચી શક્યો નહતો. જોકે આ વખતે તે ધોનીના આ માઈલસ્ટોનને હાંસલ કરી લેશે તે નક્કી લાગી રહ્યું છે. બાર મહિના પહેલા કોહલીની કમાણી અંદાજે ૨.૪ કરોડ ડોલર હતી. તે ૮૩માં ક્રમે હતો અને તેની પાછળ યોકોવિચ અને એગ્યુરો જેવા ખેલાડીઓ હતા. જોકે આ વખતે કોહલીનું માર્કેટ જોર પર છે. અત્યારે તે જુદી-જુદી ૨૧ બ્રાન્ડની જાહેરખબરો કરી રહ્યો છે.  

(6:17 pm IST)