Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

શ્રીસંતના મેચ ફિકિંસગને લઇને ખુલાસા વિડીયો ઉપર રાજ કુંદ્દાની કોમેન્ટનો શ્રીસંતની પત્ની ભુવનેશ્વરીએ સણસણતો જવાબ આપ્યો

બિગ બોસ 12’નો સેલિબ્રિટી કન્ટેસ્ટન્ટ શ્રીસંતે જ્યારથી ઘરમાં દાખલ થયો છે ત્યારથી કોઈને કોઈ કારણોસર દર્શકોનું ધ્યાન ખેંચે છે. તે સારી રીતે જાણે છે કે ઘરમાં રહેવા માટે તેને શું કરવું જોઈએ. ગત દિવસોમાં શ્રીસંતના મેચ ફિક્સિંગને લઈને ખુલાસા વીડિયો પર રાજ કુંદ્રાએ કમેન્ટ કરી હતી. આ જ કમેન્ટનો શ્રીની પત્ની ભુવનેશ્વરીએ સણસણતો જવાબ આપ્યો છે.

નોંધનીય છે કે પહેલા હરભજન સિંહ સાથે સ્લેપગેટકોન્ટ્રોવર્સી પર અને પછી પોતાના પર લાગેલા મેચ ફિક્સિંગના આરોપોને લઈને બિગ બોસના કેમેરા સામે બધું જ કહી ચૂક્યો છે. હાલમાં જ દીપિકા, જસલીન અને મેઘા સાથે વાતચીતમાં પોતાની ઉપર મેચ ફિક્સિંગના આરોપોને ખોટા જણાવતાં રડતો પણ જોવા મળ્યો હતો. શ્રીનો આ વીડિયો ખૂબ જ વાઈરલ થયો હતો. જેના પર રાજસ્થાન રોયલ્સના પૂર્વ સહમાલિક રાજ કુંદ્રાએ એપિક (epic) લકીને સ્માઈલની ઈમોજી પોસ્ટ કરી હતી. તેની આ કમેન્ટ શ્રીસંતની પત્ની ભુવનેશ્વરી કુમારીને પસંદ આવી નહોતી.

ભુવનેશ્વરીએ તેને જવાબ આપતાં લખ્યું કે,’આ વ્યક્તિએ અત્યાર સુધી શ્રીસંતની રકમ ચૂકવી નથી. એપિક તો કમેન્ટ કરવાની તેની આ હિંમત છે. જે કોર્ટ તરફથી દોષી સાબિત થયાં છે. જ્યારે શ્રીસંત નિર્દોષ સાબિત થયો હતો અને તેના પર લાગેલા દરેક આરોપોથી તેને મુક્ત કરવામાં આવ્યો છે.

શ્રીસંતની પત્નીએ પોતાના પતિને સપોર્ટ કરતાં એક ઓપન લેટર પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. આ સાથે જ તેણે કેપ્શન લખ્યું છે કે,’શ્રી માટે દિલથી દિલનો સંદેશએક ખોટો આરોપ કોઈની પણ લાઈફ બરબાદ કરી શકે છે. શ્રીસંતની પત્નીએ તેનો પક્ષ રાખતાં અને તેને સપોર્ટ કરતાં લખ્યું છે કે,’હું આ ખૂબ જ દુઃખી મનથી લખી રહી છું. કારણકે શ્રીને તેની લાઈફના સૌથી ખરાબ દિવસો વિશે વિચારતાં અને એ દિવસોને યાદ કરીને રડતા જોઈને હું તૂટી ગઈ છું. હું પ્રાર્થના કરું છું કે જે પરિસ્થિતિઓમાંથી અમે કે અમારી ફેમિલી પસાર થઈ છે. તેનો સામનો કોઈ ન કરે.

ભુવનેશ્વરીએ પોતાના આ લેટરમાં 2013ના આઈપીએલ સ્પોટ ફિક્સિંગ કેસનો ઉલ્લેખ કર્યો છે. જેમાં પોલીસે આરોપ લગાવ્યાં હતાં કે બુકીઝ સાથે તેની ડીલ થઈ છે. જે હેઠળ મોહાલીમાં શ્રીસંતને એક ખાસ ઓવરમાં 14 અથવા તેનાથી વધારે રન આપવાનાં હતાં. ટોવેલ લગાવીને બુકીઝને સિગ્નલ આપવાનું હતું. તેણે લખ્યું છે કે જે લોકો પણ ક્રિકેટ જુએ છે તેને ખબર જ હશે કે શ્રી પહેલા બોલ પર રન નથી આપતો અને ન કોઈ નો બોલ્સ, વાઈડ બોલ્સ

આગળ ભુવનેશ્વરીએ લખ્યું કે,’બેટ્સમેને 13 રન બનાવ્યાં કારણકે તે શાનદાર બેટ્સમેન એડમ ગિલક્રિસ્ટ હતો. જો તમે તે દિવસનો ઓડિયો ચેક કરો તો ખબર પડશે કે દરેક બોલના કમેન્ટેટર વખાણ કરી રહ્યાં હતાં. કમેન્ટેટર્સ કહી રહ્યાં હતાં કે આવા બોલ પર માત્ર એડમ ગિલક્રિસ્ટ જેવા ખેલાડી જ રમી શકે છે.તેણે પોતાના આ લેટરમાં લખ્યું છે કે હંમેશા દેવા અને દાન કરવામાં માનતો શ્રીસંત આ સ્તર પર ન જઈ શકે જેથી દેશને શરમિંદગી થાય અને માત્ર થોડાં રુપિયા માટે તે પોતાના ક્રિકેટ કરિયર પર ફુલસ્ટોપ ન લગાવી શકે.

ભુવનેશ્વરીએ લખ્યું છે કે વળતર વગર જ શ્રીએ નિસ્વાર્થ ભાવનાથી લોકોની મદદ કરી છે. તેણે લખ્યું કે,’ક્રિકેટ એક એવી ગેમ છે. જેમાં એક લિમિટ હોય છે. ફરી તેને ન્યાય મળવામાં મોડું થઈ રહ્યુ છે. કોર્ટમાંથી ક્લીન ચિટ મળ્યાં પછી પણ બીસીસીઆઈએ તેની મેટર હોલ્ડ પર રાખી છે. તેણે સવાલ કર્યો છે કે આખરે તેને એવી કઈ વાતની સજા મળી રહી છે. જે ભૂલ તેણે કરી પણ નથી.ભુવનેશ્વરીએ બીસીસીઆઈને એ નિવેદન પણ કર્યું છે કે તેની જિંદગી ક્રિકેટ છે અને તેને આ જિંદગી જીવવા દેવામાં આવે.

(4:39 pm IST)