Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

ટીમ ઇન્ડિયાના બેટ્સમેનોએ બેટીંગની ભરપુર પ્રેકટીસ કરી

પ્રેકટીસ મેચમાં ભારત ૩૫૮ ૨નમાં ઓલઆઉટઃ પૃથ્વી શોના ૬૬

ટીમ ઇન્ડિયાના ક્રિકેટરો ઓસ્ટ્રલીયાના પ્રવાસે છે. ટી-૨૦ સિરીઝ ૧-૧ થી બરાબરી કર્યા બાદ હવે ટેસ્ટ સીરીઝ શરૂ થનાર છે ત્યારે ભારત અને ઓસ્ટ્રલીયા ઇલેવન વચ્ચે પ્રેકટીસ મેચના બીજા દિવસે ટીમ ઇન્ડિયા ૩૫૮ રન બનાવી ઓલઆઉટ થયું છે પૃથ્વી શો ૬૬, ચેતેશ્વર પુજારા ૫૪, વિરાટ ૬૪,રહાણે ૫૬, નવોદીત હનુમાન વિહારી ૫૩, અને રોહીત શર્માએ ૪૦ રન બનાવ્યા છે. આમ ભારતીય બેટ્સમેનોએ બેટીંગની ભરપુર પ્રેકટીસ કરી હતી. ગઇકાલે વરસાદના કારણે મેચની રમત ધોવાઇ ગઇ હતી.

(4:01 pm IST)